Home /News /crime /

Hit&Run: કાનપુરમાં મોડી રાત્રે બેકાબૂ થઇ ઇ-બસ, 17 વાહનોને કચડ્યા, 6નાં ઘટના સ્થળે મોત

Hit&Run: કાનપુરમાં મોડી રાત્રે બેકાબૂ થઇ ઇ-બસ, 17 વાહનોને કચડ્યા, 6નાં ઘટના સ્થળે મોત

કાનપુરમાં મોડી રાત્રે બેકાબૂ ઇ-બસ, 17 વાહનોને કચડ્યા, 6નાં ઘટના સ્થળે મોત

Kanpur E Bus Accident: મળતી માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે આશરે સાડા અગ્યાર વાગ્યે ઇલેક્ટ્રિક બસ તેજ ગતીમાં હતી ત્યારે ઘંટાઘર ચાર રસ્તાથી ટાટમિલ તરફ જઇ રહી હતી પૂલ ઉતરતા જ ચાલકે બસને ઉલ્ટી દિશામાં દોડાવવાની શરૂ કરી દીધી અને જે પણ વચ્ચે આવતા તેમને કચડા આગળ નીકળવા લાગી. આ દૂર્ધટનામાં છ લોકોનાં ઘટના સ્થળે મોત થઇ ગયા છે. અને ત્રણની હાલત નાજૂક છે.

વધુ જુઓ ...
    કાનપુર: કાનપુર (Kanpur News)માં ગત રાત્રે ટાટમિલ ચાર રસ્તા પાસે બેકાબૂ ઇલેક્ટ્રિક બસ (Electric Bus Accident)એ 17 વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 6 લોકોનાં ઘટના સ્થળે મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ છે. જેમાં ત્રણની હાલત નાજૂક છે. ઘાયલમાંથી 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને ચારને હૈલત હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જેમાં ઘણાંની હાલત ગંભીર છે તે લોકોને કચડ્યા બાદ ભાગવાનો પ્રયાસ કરતો હતો તે સમયે ઇ-બસ ટાટમિલ ચાર રસ્તા પાસે ડંપરને અથડાઇ અને આ સમયે બસ ડ્રાઇવર ત્યાંથી ભાગી છુટ્યો.

    આ પણ વાંચો-CCTV: પેટ્રોલપંપ પર જ યુવાને શરીર પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી, દીવાસળી ચાંપે તે પહેલાં કરાયો બચાવ

    પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે આશરે સાડા અગ્યાર વાગ્યે ઇલેક્ટ્રિક બસ તેજ ગતીમાં હતી ત્યારે ઘંટાઘર ચાર રસ્તાથી ટાટમિલ તરફ જઇ રહી હતી પૂલ ઉતરતા જ ચાલકે બસને ઉલ્ટી દિશામાં દોડાવવાની શરૂ કરી દીધી અને જે પણ વચ્ચે આવતા તેમને કચડા આગળ નીકળવા લાગી. આ દૂર્ધટનામાં છ લોકોનાં ઘટના સ્થળે મોત થઇ ગયા છે. અને ત્રણની ઓળખ થઇ ગઇ છે. આ ઘટનામાં જીવ ગુમાવનારમાં લાટૂશ રોડ નિવાસી, 26 વર્ષીય શુમ સોનકર, 25 વર્ષિય ટ્વિંકલ સોનકર અને બેંકનગંજનાં રહેવાસી 24 વર્ષિય અરસલાન શામેલ છે. અન્ય મૃતકોની ઓળકમાં પોલીસ લાગેલી છે.

    આ પણ વાંચો-Ahmedabad Crime: પત્ની સાથે ઝઘડો થતાં પતિએ 5 વર્ષનાં માસૂમ સાળાની હત્યા કરી નાખી, લાશ કેનાલમાં ફેંકી દીધી

    આરએમ ડીવી સિંહનું કહેવું છે કે, ઇ બસ સંખ્યા યૂપી 78જીટી 3970 બસ દ્વારા આ દુર્ધટના થઇ છે. ઈ બસનાં સંચાલન અને મેઇન્ટેનન્સની જવાબદારી ખાનગી એજન્સી પીએમઆઇની છે. જેમની પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. આ સંપૂર્ણ કેસની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ત્યાં લાગેલાં CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી છે. જેનાંથી સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના કેવી રીતે બની.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Big Accident, Kanpur Accident, અકસ્માત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन