Home /News /crime /ભૂમિની માતાએ RJ કૃણાલ સામે નોધાવી ફરિયાદ,ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

ભૂમિની માતાએ RJ કૃણાલ સામે નોધાવી ફરિયાદ,ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

અમદાવાદઃRJ કુણાલની પત્ની ભૂમિ દેસાઈએ સચીન ટાવરના 10મા માળેથી પડતું મુકીને મોતને વહાલુ કર્યું છે ત્યારે ભૂમિના મોતને લઇને અનેક શંકાઓ દર્શાવાઇ રહી છે. ભૂમિના પરિવારજનોએ કુણાલ સામે આક્ષેપો કર્યા છે.

અમદાવાદઃRJ કુણાલની પત્ની ભૂમિ દેસાઈએ સચીન ટાવરના 10મા માળેથી પડતું મુકીને મોતને વહાલુ કર્યું છે ત્યારે ભૂમિના મોતને લઇને અનેક શંકાઓ દર્શાવાઇ રહી છે. ભૂમિના પરિવારજનોએ કુણાલ સામે આક્ષેપો કર્યા છે.

  • News18
  • Last Updated :
    અમદાવાદઃRJ કુણાલની પત્ની ભૂમિ દેસાઈએ સચીન ટાવરના 10મા માળેથી પડતું મુકીને મોતને વહાલુ કર્યું છે ત્યારે ભૂમિના મોતને લઇને અનેક શંકાઓ દર્શાવાઇ રહી છે. ભૂમિના પરિવારજનોએ કુણાલ સામે આક્ષેપો કર્યા છે.

    kunal1

    ભૂમિની માતા કવિતાબહેને કૃણાલ સામે માનસિક-શારીરિક ત્રાસ આપ્યા હોવાની ફરિયાદ નોધાવી છે. જેથી કુણાલની ગમે ત્યારે પોલીસ ધરપકડ કરી શકે છે. પોલીસે 306ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પત્ની ભૂમિને આપઘાત કરવા માટે પ્રેરવા બદલ નોંધ્યો ગુનો છે.

    ભૂમિની માતાએ કૃણાલના માતા-પિતા સામે પણ ફરિયાદ નોધાવી છે.કૃણાલ,તેના માતા-પિતા મહેણાટોણા મારતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.અગાઉના લગ્ન બાબતે મહેણાટોણા મારતા હતા.

    બેંગકોકથી પરત આવ્યા બાદ ભૂમિને ઘરેથી કાઢી મૂકાઈ હતી.કૃણાલે ભૂમિના ફોનના જવાબ આપવાનું અને વાત કરવાનું બંધ કર્યું હતું.કૃણાલ અને તેના માતા-પિતાના વર્તને ભૂમિને આપઘાત કરવા પ્રેરી હતી. જેથીઆનંદનગર પોલીસે કૃણાલ અને તેના માતા-પિતા સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

    આપઘાત બાદ ભૂમિના પરિવારજનો કુણાલ પર આક્ષેપો કરી રહ્યાં છે. પરંતુ ભૂમિને કુણાલ ખૂબ જ પ્રેમ કરતો હોવાનું કુણાલ માતા-પિતાએ ખુલાસો કર્યો છે. કુણાલે ભૂમિને ગુમાવી દેવાનું દુખ વ્યકત કરવા ઘરે બેસણુ રાખી અને મુંડન પણ કરાવ્યું છે.

    કૃણાલ પર રૂ.25લાખનું દહેજ માગ્યાનો આરોપ

    અમદાવાદઃRJ કૃણાલની પત્ની ભૂમિ દેસાઇએ આપઘાત કરી લીધા બાદ તેના મોતને લઇને અનેક શંકાઓ સામે આવી છે. ભૂમિના માતા-પિતાએ કૃણાલે હનીમુન માટે તેમજ મિલકત ખરીદવા રૂ.25 લાખના દહેજની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.પોલીસે આક્ષેપના પગલે તપાસ હાથ ધરી છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જન્મદિનની ઉજવણી પર રૂ.30 હજાર માગ્યા હતા.
    First published:

    Tags: આરજે કૃણાલ, આરજે કૃણાલ પત્ની મોત, ગુજરાત, બેસણું, ભૂમિ આપઘાત કેસ, ભૂમિ દેસાઇ