અમદાવાદઃ લોકોને રેડિયો પર બોલાવનાર કુણાલ પોલિસની તપાસમાં કંઇ બોલવા માટે તૈયાર નથી. પોલિસ માટે કુણાલનાં રિમાન્ડ દરમિયાન જોઇતી હકીકતો મેળવવી મુશ્કેલ સાબિત થઇ રહી છે. પરંતુ પોલિસને આ રિમાન્ડમાં મહદંશે સફળતા મળી છે એમ કહી શકાય. પુર્વ પ્રેમિકા, પુર્વ પતિ અને પૈસા તેમજ નોકરી આ કારણોની આસપાસ હજી પણ પોલિસ તપાસ ઘુમી રહી છે.
રિમાન્ડનાં પહેલાં જ દિવસે પોલિસની તપાસમાં કુણાલ જોઇએ એ પ્રકારે માહિતી આપતો નથી. પરંતુ આ કેસમાં પોલિસની પુછપરછ અને કડી દર કડી મામલાની તપાસમાં કંઇક નવા ઘટસ્ફોટો થયા છે. આ મામલાની શરુઆત બેંગકોકથી થઇ જ્યારે આ બંને નવવિવાહિતા પતિ પત્નિ બેંગકોક ગયા. તા.13મીથી 18 સુધી ભૂમિ અને કુણાલ બંને બેંગકોકમાં રહ્યા હતા. આ દરમિયાન બેંગકોકમાં ડાન્સ કરવા બાબતે અને પૂર્વ પતિને લઇ બંને વચ્ચે ઝઘડા થયા હતા. ત્યારબાદ ભૂમિએ કુણાલના રૂપિયાથી ખરીદી કરી હતી તેના રૂપિયા ભૂમિએ કુણાલને આપવાની વાત કરતા તે બાબત પર પણ ઝઘડો થયો હતો.
ઘટનાક્રમની બીજીબાજુ ભુમિ અને કુણાલ વચ્ચે બિઝનેસ અને નોકરી પણ તકરારનું એક મહત્વનું કારણ માની શકાય છે. ભુમિએ ઓનલાઇન ગાર્મેન્ટ શોપિંગ નામથી વેબસાઇટ શરુ કરી હતી. આ વેબસાઇટ પર શોપ 101 નામથી તે ઓનલાઇન બિઝનેસ કરતી હતી. આ બિઝનેસ માટે તેણે બેંગકોકમાં 60 હજારની ખરીદી પણ કરી હતી. બેંગકોકમાં આ ખરીદી માટે કુણાલ અને ભુમિ વચ્ચે તકરાર થઇ હતી અને ભુમિએ કુણાલને કટાક્ષ પણ માર્યો હતો કે તારા પૈસા તને પરત આપી દઇશ. બેંગકોકમાં ભુમિનાં પુર્વ પતિને લઇને પણ કુણાલ મેણાટોણા મારતો હતો, 25 જાન્યુઆરીથી તે નવી જોબ શરુ કરવાની હતી. જેથી બિઝનેસ અને નવી જોબ બંને સાથે નહીં કરવા માટે કુણાલ દબાણ કરતો હતો.
બેંગકોકથી આવ્યા બાદ કુણાલ ભુમિને સતત અવગણતો હતો, તેણે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં ભુમિને અન ફોલો કરી હતી અને ફેવરીટ્સમાંથી પણ બ્લોક કરી દીધી હતી. જેને લઇને ભુમિ અપસેટ હતી અને તેણે વ્હોટ્સએપ ચેટિંગમાં કુણાલને આ વિષે પુછ્યુ હતું. ચેટિંગ દરમિયાન ભુમિ કુણાલને ઇગ્નોર કરવા બાબતે વારંવાર પુછતી રહેતી હતી. પોલિસને મળેલા વ્હોટ્સએપ ચેટિંગનાં પુરાવા પરથી આપઘાત કેસમાં પુર્વ પતિ પૈસા અને નોકરીનાં કારણે ભુમિ અને કુણાલ વચ્ચે થયેલી તકરાર એ ભુમિનાં મોતનું કારણ માનવામાં આવી રહ્યુ છે.
આ સિવાય કુણાલનાં લગ્ન પુર્વનાં સંબંધો પણ આ કેસમાં એક મોટો રોલ ભજવી રહ્યા છે એમ કહી શકાય. ભુમિ અને કુણાલ વચ્ચે કુણાલની પુર્વ પ્રેમિકા બંટી રાવલને કારણે બંને જણાં વચ્ચેનો ટકરાવ એક ચરમસીમા સુધી પહોંચી ગયો હતો. આ જ કારણોને લઇને કદાચ ભુમિ મજબુર થઇ અને તેણે આ પગલુ ભર્યુ હોઇ શકે. જો કે આ કેસમાં હજી ભુમિનાં મોબાઇલની એફએસએલ તપાસ અને કુણાલનાં મોબાઇલની જાણકારી તેમજ ભૂમિનો પીએમ રિપોર્ટ મહત્વની કડી સાબિત થશે.
ત્રણ દિવસમાં શું થયું હતું તે જાણો 18મી એ સવારે 4.30 વાગ્યે ભૂમિ અને કુણાલ ઘરે આવ્યા
6.30 એ કુણાલ હૈદરાબાદ જવા રવાના
હોટલ મેરિયોટમાં કેડિલાની ઇવેન્ટ કરવા કરી મિટીંગ
12 વાગ્યે ભૂમિએ કુણાલને મેસેજ કર્યો, કુણાલે કોઇ પ્રત્યુત્તર ન આપ્યો
19 મી એ સવારે 5.30 વાગ્યે કુણાલ હૈદરાબાદથી અમદાવાદ આવ્યો
સાડા સાતથી સાડા દસ સુઇ ગયો ત્યારબાદ એક વાગ્યે રેડિયોની સ્ક્રીપ્ટ લખી 5થી 9 તેનું રેકોર્ડિંગ કર્યું અ 11 વાગ્યે તે ઘરે આવ્યો,ઘરે આવ્યા બાદ ભૂમિ અપસેટ હતી, કુણાલે તેની સાથે વાત ન કરી સુઇ ગયો
20મીએ કુણાલ 10 વાગ્યે ઉઠ્યો, મુંબઇની એક ઇવેન્ટની તૈયારી કરવા લાગ્યો
ભૂમિ પોતાની બેગ તૈયાર કરી ઉભી હતી, ભૂમિએ કહ્યું તારી પાસે બે દિવસ ઇવેન્ટ છે તો હું પિયર જતી આવું, કુણાલે મેણાં માર્યા અને કહ્યું કે પિયરમાં રહીને જ બિઝનેસ કરજે, ભૂમિ 20મીએ તેના માતા પિતાના ઘરે જતી રહી
21મીએ ભૂમિએ તેના મિત્ર મિતેષને મળવા ફોન કર્યો અને બંને કોફી બારમાં મળ્યા
ત્યાં બેઠા અને વાત કરી અને બાદમાં અચાનક જ ભૂમિએ સચીન ટાવર પરથી ઝંપલાવ્યું, ઘટના વખતે કુણાલ તેની ઓફિસ મિટીંગમાં હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર