Home /News /crime /ભૂમિની અંતિમયાત્રામાં કૃણાલની ગેરહાજરી!, ACP કૃણાલનું નિવેદન લેવા પહોંચ્યા

ભૂમિની અંતિમયાત્રામાં કૃણાલની ગેરહાજરી!, ACP કૃણાલનું નિવેદન લેવા પહોંચ્યા

અમદાવાદઃ સચિન ટાવર પરના 10મા માળેથી મોતની છલાગ લગાવનાર આરજે કૃણાલની પત્ની ભૂમિના મોતનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ત્યારે શુક્રવારે પત્ની ભૂમિની નીકળેલી અંતીમયાત્રામાં પણ રેડિયો જોકી કુણાલ ગેરહાજર હતો તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે સુત્રોનું કહેવું છે કે, કૃણાલના પરિજનોનું કહેવું હતું કે પત્નીની અંતિમયાત્રામાં પતિ ન જઇ શકે તેવો અમારામાં રિવાજ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

    ભૂમિના મોતનું રહસ્ય વધુ ઘુટાઇ રહ્યું છે ત્યારે આ મામલે શનિવારે બપોરે તપાસ અધિકારી ACP સિલ્વર લેફ્ટમાં આવેલા કૃણાલના ઘરે પહોંચ્યા હતા. અને  કૃણાલનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાથમિક તપાસમાં ભૂમિ દેસાઈ જોબ કરવા માટે તણાવગ્રસ્ત હોવાનો ખુલાસો થયો છે. ભૂમિના મિત્ર મિતેષ સોનીએ પોલીસને આપેલા નિવદેનમાં ખુલાસો થયો છે કે, લગ્ન બાદ કૃણાલે જોબ છોડાવી દીધી હતી. ભૂમિ દેસાઈને નવી જોબ મળી હતી,જોબના કારણે કૃણાલ-ભૂમિ વચ્ચે તકરાર ચાલતી હોવાનું બહાર આવ્યું છે.

    rj krunal

    ભૂમિ દેસાઈએ 10મા માળેથી છલાગ લગાવી આપઘાત કરી લીધો છે ત્યારે રહસ્યમય મોતને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં મોબાઇલની રીંગ સાથે જ ભૂમિએ છલાંગ લગાવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ છેલ્લી  રિગ મીતેષની કે કૃણાલની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.  અને એવું તે શું થયું હતું કે મોતનો કુદકો લગાવવો પડ્યો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    જો કે આ આપઘાત કે રહસ્યમય હત્યા મામલે ભૂમિ દેસાઇનું ગઇકાલે જ પેનલ ડોક્ટરની મદદથી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જો કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ સામે આવશે.પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પીએમ કર્યા બાદ ભૂમિના પરિવારજનોને મૃતદેહ સોપાયો હતો.
    First published:

    Tags: અકસ્માત, આર જે કૃણાલ, ભૂમિ દેસાઇ, મોત, વિવાદ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો