ભૂજઃપાણી મુદ્દે પાલિકામાં માટલા ફુટ્યા,કોંગ્રેસે હંગામો કરતા અટકાયત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 2:38 PM IST
ભૂજઃપાણી મુદ્દે પાલિકામાં માટલા ફુટ્યા,કોંગ્રેસે હંગામો કરતા અટકાયત
કચ્છના ભૂજ નગરપાલિકામાં આજે શહેરમાં પાણીની સમસ્યા મુદ્દે માટલા ફોડી હંગામો કરાયો હતો. કોંગ્રેસી કાર્યકરોએ સાથે સુત્રોચ્ચાર સાથે 200 લોકોના ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. અને હંગામો મચાવ્યો હતો જો કે પોલીસે પરિસ્થીતી કાબુમાં લેવા કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 2:38 PM IST
કચ્છના ભૂજ નગરપાલિકામાં આજે શહેરમાં પાણીની સમસ્યા મુદ્દે માટલા ફોડી હંગામો કરાયો હતો. કોંગ્રેસી કાર્યકરોએ સાથે સુત્રોચ્ચાર સાથે 200 લોકોના ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. અને હંગામો મચાવ્યો હતો જો કે પોલીસે પરિસ્થીતી કાબુમાં લેવા કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

 ટોળાએ બેન્ડ બાજા અને બારાત સાથે પાલિકાના ભાજપના શાસકોને શરમની સ્થિતીમાં મુકી દીધા હતા.  નગરપાલિકા ના પંટાગણમાં ટોળાએ શાસકોના નામના છાજીયા લેવા સાથે માટલા ફોડયા હતા. આ સમયે કેટલાક કાર્યકર્તાઓએ કચેરીના તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગરમ વાતાવરણ વચ્ચે પોલીસે સમગ્ર મામલો હાથમાં લઈને કેટલાક લોકોને અટકાયત કરી હતી.  જોકે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપના શાસકો કચેરીથી દુર રહયા હતા.

First published: May 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर