સેક્સ રેકેટ કાંડ: રાતમાં RJDના ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી

News18 Gujarati
Updated: September 14, 2019, 7:58 AM IST
સેક્સ રેકેટ કાંડ: રાતમાં RJDના ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી
રાતમાં મને મોકલવામાં આવતી હતી RJD ધારાસભ્ય પાસે

પોલીસ હજુ ધારાસભ્યને શોધી શકી નથી. એવામાં પોલીસ મોબાઈલ સર્વિલન્સના સહારે પણ ધારાસભ્યને શધી રહી છે

  • Share this:
હાલમાં બિહારમાં એક સેક્સ રેકેટ (Sex Racket) સામે આવ્યું છે, જેના તાર પટનાથી આરા સુધી જોડાયેલા છે. આ કેસમાં આરજેડી ધારાસભ્યનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે એક નાબાલિગ પીડિતા (Mnor Victim)એ ધારાસભ્યની સંલિપ્તતા વિશે જણાવ્યું હતું. નાબાલિગે જુલાઈમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેને રાત્રે ધારાસભ્યના ઘરે મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં આ વાત સામે આવી કે, આ સેક્સ રેકેટના તાર આરજેડી ધારાસભ્ય અરૂણ યાદવ (RJD MLA Arun Yadav) સાથે પણ જોડાયેલા છે. હવે આ મામલામાં ભોજપુર પોલીસે (Bhojpur Police) કોર્ટમાં કેસ ડાયરી જમા કરાવી દીધી છે, અને તેમની ધરપકડ માટે ગમે ત્યારે વોરંટ જાહેર થઈ શકે છે.

ધારાસભ્યની ઘણી જગ્યા પર કરવામાં આવી રેડ


ઉલ્લેખનીય છે કે, આરોપી ધારાસભ્યની ધરપકડને લઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ સૂત્રો અનુસાર, ધારાસભ્યને પકડવા માટે પટના, લસાઢી, અગિઆંવ સહિત ઠેકાણા પર રેડ કરવામાં આવી છે.

મોબાઈલ સર્વિલન્સની સહારે ધારાસભ્યની શોધખોળ
જોકે, પોલીસ હજુ ધારાસભ્યને શોધી શકી નથી. એવામાં પોલીસ મોબાઈલ સર્વિલન્સના સહારે પણ ધારાસભ્યને શધી રહી છે. તેના માટે એસઆઈટી સાથે-સાથે ડીઆઈયૂની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

પીડિતાએ 164ના નિવેદનમાં કર્યો હતો ખુલાસો

તમને જણાવી દઈએ કે, ગત 18 જુલાઈએ પીડિત છોકરીએ 164 હેઠળ નોંધાવેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, છોકરીઓને આરાના એક એન્જિનિયરના આવાસ પર અને હોટલોમાં લાવવામાં આવતી હતી.

સેક્સ રેકેટમાં આવ્યું હતું ધારાસભ્યનું નામ

ત્યારબાદ ગત 6 સપ્ટેમ્બરે સેક્સ રેકેટ કાંડમાં પીડિત કિશોરીએ ફરી નિવેદન આરા કોર્ટમાં નોંધાવ્યું હતું. તેમાં નાબાલિગ છોકરીએ આરજેડી ધારાસભ્ય અરૂણ યાદવનું નામ લીધુ હતું, ત્યારબાદ ધારાસભ્યની શોધખોળ પોલીસ કરી રહી છે.

માસ્ટર માઈન્ડની ધરપકડ કરી ચુકી છે પોલીસ

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં આરા ટાઉનની પોલીસ સેક્સ રેકેટની સંચાલીકા અનીતા, દલાલ સંજીત અને એન્જિનિયર અમરેશ સિવાય સેક્સ રેકેટનો સંચાલક સંજય યાદવ ઉર્ફે જીજાને જેલ ભેગો કરી ચુકી છે. સીઆઈડી પણ અલગથી કેસને જોઈ રહી છે.
First published: September 13, 2019, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading