Home /News /crime /

સગીરાને ઉઠાવી જવાના મામલે આગેવાનોના દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી

સગીરાને ઉઠાવી જવાના મામલે આગેવાનોના દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી

આજથી પાંચ દિવસ પહેલા ગઢડા તાલુકાના ઢસા ગામેથી એક 13 વર્ષિય સગીર યુવતીને લલચાવી ફોચલાવીને પાંચ શખ્સો ઉપાડી ગયા હતા, જે અંગે ફરિયાદ નહીં નોંધાતા આજે સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને તેમના દબાણને લઈને ઢસા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભાવનગર# આજથી પાંચ દિવસ પહેલા ગઢડા તાલુકાના ઢસા ગામેથી એક 13 વર્ષિય સગીર યુવતીને લલચાવી ફોચલાવીને પાંચ શખ્સો ઉપાડી ગયા હતા, જે અંગે ફરિયાદ નહીં નોંધાતા આજે સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને તેમના દબાણને લઈને ઢસા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આજથી પાંચ દિવસ પહેલા શંકરપરા વિસ્તારમાં રહેતા ચારથી પાંચ ઇસમો તેજ ગામની સગીરાનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતા જે અંગે જે સગીર દીકરીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સગીરાના માતા-પિતા દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનના આનેક ધક્કા ખાવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં નિર્દય પોલીસ આ દુખિયારા માતા-પિતાની ફરિયાદ લેતા ના હતા.

જ્યારે આ સમગ્ર ઘટના અંગે સામાજિક કાર્યકરો અને સમાજના અગ્રણીઓને જાણ થતા તેઓ મોટી સંખ્યમાં પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ અંગે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી. આખરે પોલીસને આ બનાવ લઇને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી અને અપહરણ કરનાર સંજય સુરેશભાઈ મીઠાપરા સહિતના પાંચ શખ્સો પર અપહરણ અંગે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
First published:

Tags: અપહરણ, પોલીસ`, ફરિયાદ, ભાવનગર, સગીરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन