ભાવનગર જિલ્લામાં બે કલાકમાં એક જ પરિવારના 3 સહિત ચારની હત્યાથી હાહાકાર

ભાવનગર જિલ્લામાં બે કલાકમાં એક જ પરિવારના 3 સહિત ચારની હત્યાથી હાહાકાર
ભાવનગરઃભાવનગર જિલ્લામાં ગત મોડી રાત્રે માત્ર બે કલાકમાં એક જ પરિવારના ત્રણ સહિત કુલ 4ની હત્યાથી હાહાકાર મચ્યો છે.તળાજામાં ખોજા પરિવારમાં પિતા અને બે પુત્રની ગોળી મારી હત્યા કરાઇ છે. જ્યારે કુંભારવાડામાં પણ એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ છે.

 • Pradesh18
 • Last Updated:October 10, 2016, 16:19 pm
 • Share this:

  ભાવનગરઃભાવનગર જિલ્લામાં ગત મોડી રાત્રે માત્ર બે કલાકમાં એક જ પરિવારના ત્રણ સહિત કુલ 4ની હત્યાથી હાહાકાર મચ્યો છે.તળાજામાં ખોજા પરિવારમાં પિતા અને બે પુત્રની ગોળી મારી હત્યા કરાઇ છે. જ્યારે કુંભારવાડામાં પણ એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ છે.

  ભાવનગર જિલ્લાના તળાજામાં રવિવારે મોડીરાત્રે ફાયરીંગની બનેલી ઘટના માં ત્રણ વ્યક્તિના મોત થયા છે. તળાજાના ગુલુભાઈ ભુરાણીની વાડીમાં રહેતા મુસ્લિમ પરિવારમાં ઘરમાં હથિયારો મુકવાના બાબતે બોલાચાલી થતા ગુલુભાઈ ભુરાણી અને તેમના પુત્રોએ નૈશાદ અને નિહાલે ટોળાને સાથે લઇને તીક્ષ્ણ હથિયારો અને ફાયરીંગ કરતા અલી હુસેન, અબ્બાસ અલીભાઈ તેમજ પ્યારઅલી આલારખના મોત નીપજ્યા હતા. તેમજ  મહેંદી હુસેનને ગંભીર ઇજા થઇ હોય જેને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ના પગલે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહીત નો કાફલો ઘટના સ્થળે જાઇ તપાસ આરંભી છે.

  હુમલો કરનાર અને તેના પુત્રો રાજકીય વગ ધરાવનારા તેમજ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે તો બીજી બાજુ એક જ પરીવારના દરેક સભ્યોનું નિકંદન કાઢી નાખનાર પરિવારની બચી ગયેલી પુત્રીએ હુમલાખોરોને તો આંતકવાદી જાહેર કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે હુમલો કરનાર ગુલુભાઈ અને તેના પુત્રો વર્ષોથી ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરે છે હુમલો કરનાર પર હથિયારની હેરાફેરીના આક્ષેપ બાદ પોલીસે હુમલો કરનાર ગુલુભાઈના ઘરની કિલ્લે બંધી કરી છે તો ફરિયાદ બાદ પોલીસે ૧૧ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે જો કે દરેક વ્યક્તિ ફરાર થઇ ગયા છે હથિયારની બાબતમાં આક્ષેપ સાચા પડે તો પોલીસની સામે જરૂર સવાલ ઉભા થાય તેવી સ્થિતિ છે
  જ્યારે બીજા બનાવમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગોકુલનગરમાં રહેતા પરેશ અરવિંદભાઈ ગોહેલ ઉમર વર્ષ ૧૬ મજુરી કામ કરે છે અને અગાવ એક યુવતી નાસી જવાની બાબતમાં સાક્ષી બન્યો હોવાનું બહાર આવ્યું છે. જેની અદાવત રાખીને અમિત અને ધીરુ મકવાણા નામના બે શખ્સોએ છરા વડે હત્યા કરીને નાસી રહ્યા હતા. જો કે તેમને અચાનક અકસ્માત નડતા પોલીસનું કામ આસાન થઇ ગયું હતું. અને બંને હત્યારાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.

  First published:October 10, 2016, 16:13 pm