Home /News /crime /

ભરૂચઃ વેપારી પરિવારને બંધક બનાવી બૂકાનીધારીઓએ ચલાવી લૂંટ

ભરૂચઃ વેપારી પરિવારને બંધક બનાવી બૂકાનીધારીઓએ ચલાવી લૂંટ

ભરૂચઃ ભરૂચના ચાવજ ગામ સ્થિત રાધે રેસિડેન્સીમાં પરિવારને બંધક બનાવી બુકાનીધારી લૂંટારુઓ ૪૨ હજારની લૂંટ ચાલવતા પોલીસ દોડતી થઇ છે.

ભરૂચઃ ભરૂચના ચાવજ ગામ સ્થિત રાધે રેસિડેન્સીમાં પરિવારને બંધક બનાવી બુકાનીધારી લૂંટારુઓ ૪૨ હજારની લૂંટ ચાલવતા પોલીસ દોડતી થઇ છે.

  • Web18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચના ચાવજ ગામ સ્થિત રાધે રેસિડેન્સીમાં પરિવારને બંધક બનાવી બુકાનીધારી લૂંટારુઓ ૪૨ હજારની લૂંટ ચાલવતા પોલીસ દોડતી થઇ છે.

ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સતીષભાઈ પરમાર રાધે રેસિડેન્સીમાં 78 નંબરના મકાનમાં રહે છે. પરિવાર સાથે ઘરના પહેલા માળે સુતા હતા ત્યારે રાત્રે 1 વાગ્યાના સુમારે બુકાનીધારી ત્રણ લૂંટારૂ દરવાજો પથ્થરથી તોડી ઘરમાં ઘુસી આવ્યા હતા.

સતીશભાઈ બુમરાણ મચાવે તે પૂર્વે એકે સતીશભાઈના ગાળા ઉપર ધારિયું મૂકી દઈ પરિવારના સભ્યોના શરીર ઉપરથી દાગીના ઉતારી લઇ રોકડ રૂપિયા ૫ હજાર સાથે કુલ ૪૨ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ભાષાના વર્ણનના આધારે ગુનાને અંજામ આપનાર દાહોદ - ગોધરા તરફની આદિવાસી ગેંગ હોવાની આશંકા છે. પોલીસે આ આધારે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ભરૂચ, મકાન, લૂંટ, લૂંટારૂ ગેંગ, વેપારી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन