ભરૂચમાં 18 વર્ષીય યુવાનની લૂંટના ઇરાદે કરાઇ હત્યા

ભરૂચના નબીપુરના કરજણ ગામ નજીક કેનાલમાંથી 18 વર્ષીય યુવાને પહેરેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી તેની હત્યા કરી દેવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના નબીપુરના કરજણ ગામ નજીક કેનાલમાંથી 18 વર્ષીય યુવાને પહેરેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી તેની હત્યા કરી દેવતા ચકચાર મચી જવા પામી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ભરૂચ# ભરૂચના નબીપુરના કરજણ ગામ નજીક કેનાલમાંથી 18 વર્ષીય યુવાને પહેરેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી તેની હત્યા કરી દેવતા ચકચાર મચી જવા પામી છે. નબીપુર પોલીસે બનાવ સંદર્ભે લૂંટ વિથ મર્ડરનો ગુન્હો નોંધી ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

IMG-20160214-WA0010

ભરૂચમાં 18 વર્ષીય યુવાનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવાને પહેરેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હત્યા કરી દેવામાં આવી છે. નબીપુના કરજણ ગામ ખાતે રહેતો અને ગામમાં દુકાન ચલાવતો 18 વર્ષીય જયેશ દમામી બે દિવસ અગાઉ મિત્રને મળવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા બન્યો હતો.

IMG-20160214-WA0009

પરિવારજનો શોધખોળ હાથ ધર્યા બાદ પણ જયેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેવામાં જ ગામ નજીક આવેલ કેનાલ માંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાને પહેરેલ ત્રણ તોલા સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ મળી રૂપિયા ૩૦,૫૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી યુવાનની હત્યા કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાની સાથે જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બનાવ સંદર્ભે લૂંટ વિથ મર્ડરનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાનને ગળાના ભાગે દોરીથી ટુપો આપી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. યુવાનની લૂંટ માટે જ હત્યા કરાઈ છે કે, પછી હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની વિગતો મેળવવા પોલીસ કામે લાગી છે.
First published: