ભરૂચઃ ભરૂચ તાલુકાના રહાડપોર ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ૧૯ વર્ષીય યુવકની પોલીસે પોસ્કો અને બળાત્કારના ગુન્હામાં ધરપકડ કરી છે.
ભરૂચના રહાડપોર ગામે રહેતી સગીરાને મૂળ બિહારના અને અઢી મહિનાથી ભરૂચમાં રહેતો સોનું પઠાણ નામનો ૧૯ વર્ષીય યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ બાદ સોનુંપઠાણે સગીરાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને બિહાર ભગાડી ગયો હતો.
આ અંગેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. ભરૂચ એ-ડીવીઝન પોલીસે બનાવ સંદર્ભે પોસ્કો,બળાત્કાર અને અપહરણ સહિતના ગુન્હા નોધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન યુવાન સગીરા સાથે ટ્રેન મારફતે ભરૂચ પરત આવતો હોવાની બાતમી મળતા પોલીસે યુવાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર