ભરૂચની 10લાખની ચકચારી લૂંટમાં બે એન્જીનીયરની ધરપકડ

ભરૂચઃ ભરૂચમાં ઓટોપાર્ટ્સની દુકાનમાં થયેલ રૂપિયા ૧૦ લાખની ચકચારી લૂટના મામલામાં ભરૂચ પોલીસે વધુ એક આરોપીની તામીલનાડુથી ધરપકડ કરી છે.નાણાકીય ભીંસ વધતા એન્જીનીયરીંગનું ભણેલા બે યુવાનોએ લુંટનો કારસો રચ્યો હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
ભરૂચઃ ભરૂચમાં ઓટોપાર્ટ્સની દુકાનમાં થયેલ રૂપિયા ૧૦ લાખની ચકચારી લૂટના મામલામાં ભરૂચ પોલીસે વધુ એક આરોપીની તામીલનાડુથી ધરપકડ કરી છે.નાણાકીય ભીંસ વધતા એન્જીનીયરીંગનું ભણેલા બે યુવાનોએ લુંટનો કારસો રચ્યો હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે.

યુવાન એન્જીનીયરદહેજની એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતો હતો. પરંતુ રૂપિયાની લાલચે તેણે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.એન્જીનીયરોએ મળી લુંટનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. ભરૂચમાં ગત તારીખ ૧૨મી ડીસેમ્બરના રોજ ઓટો પાર્ટ્સની દુકાનના માલિક અને બે કર્મચારીઓને માર મારી રૂપિયા ૧૦ લાખના માલમત્તાની લુટ ચાલવામાં આવી હતી.

આ બનાવમાં પોલીસે અગાઉ રાહુલ અને જનાર્દન નાયડુ નામના આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે વધુ એક આરોપી મહેન્દ્ર સેલ્વાસુની તામીલનાડુથી ધરપકડ કરી છે. આ બનાવમાં ઝડપાયેલ મહેન્દ્ર સેલવાસુ અને જનાર્દન નાયડુ બંને એન્જીનીયરીંગનું ભણેલા છે અને દહેજની ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે પરંતુ બંનેને નાણાકીય ભીંસ વધતા તેઓએ લુંટનો કારસો રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

બંને એન્જીનીયરોના શાતીર દિમાગમાં આઠ માસ પહેલા જ લુંટનો પ્લાન ઘડાયો હતો.જનાર્દન નાયડુ નામનો આરોપી આજથી આઠ માસ પહેલા ઓટોપાર્ટ્સની દુકાનમાં સામાન ખરીદવા ગયો હતો. જ્યાં તેણે દુકાનમાલિકે પહેરેલ સોનું અને ગલ્લામાં અઢળક નાણા જોયા હતા અને મહેન્દ્ર સેલવાસુને લુટના પ્લાન અંગેની વાત કરી હતી.બંને આરોપીઓ તામીલનાડુ ગયા હતા અને ત્યાંથી આઠ સાગરીતો લાવી લૂટના ગુન્હાને અંજામ આપ્યો હતો.
First published: