Home /News /crime /

Bhaiyyu Maharaj Suicide Case: પલક અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતી હતી, WhatsApp ચેટથી ખુલ્યા ઘણા રહસ્યો

Bhaiyyu Maharaj Suicide Case: પલક અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતી હતી, WhatsApp ચેટથી ખુલ્યા ઘણા રહસ્યો

ભય્યુ મહારાજના આત્મહત્યાના કેસમાં (Bhaiyyu Maharaj Suicide Case)નવો મોડ આવ્યો

bhaiyyu maharaj latest news - ભય્યુ મહારાજે 2018ની 12મી જૂને પોતાના નિવાસસ્થાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી

    ઇન્દોર : ઉદય દેશમુખ ઉર્ફે ભય્યુ મહારાજના આત્મહત્યાના કેસમાં (Bhaiyyu Maharaj Suicide Case)નવો મોડ આવ્યો છે. મોબાઇલ ચેટિંગથી ખુલાસો થયો છે કે મહારાજ (Bhaiyyu Maharaj)પર તેની બીજી પત્ની આયુષીએ તાંત્રિક કરાવ્યું હતું. તેમની સેવાદાર પલક (palak)તેમને અશ્લિલ વીડિયો બતાવીને બ્લેકમેઇલ (Blackmail)કરી રહી હતી અને તેણે પોતાને ચેટમાં મહારાજની પત્ની પણ બતાવી હતી. ભય્યુ મહારાજ આત્મહત્યાનો કેસ હાલ કોર્ટમાં છે. બે દિવસ પહેલા શુક્રવારે પણ કોર્ટમાં નિવેદનો સહિત ઘણી પ્રક્રિયા કરવામાં આવી. આ દરમિયાન ફોરેન્સિક એક્સપર્ટના નિવેદનોએ કોર્ટ સામે ઘણા સવાલ ઉભા કર્યા છે. સરકારી વકીલ તરફથી અત્યાર સુધી કુલ 31 સાક્ષી કોર્ટમાં હાજર થઇ ચૂક્યા છે. શુક્રવારે હાજર થયા તે અંતિમ સાક્ષી હતા. ભય્યુ મહારાજ આત્મહત્યા કેસમાં હવે આરોપી પક્ષના વકીલ સવાલ-જવાબ કરી રહ્યા છે. આ મામલામાં આરોપી વિનાયક અને શરદ તરફથી એડવોકેટ ધર્મેન્દ્ર ગુર્જરે વિરોધીને સવાલ પૂછ્યા હતા. તેમણે ફોરેન્સિક એક્સપર્ટ તિલક રાજની પૂછપરછ કરી તો ભય્યુ મહારાજની સેવાદાર આરોપી પલક અને તેના જીજા પીયૂષની ચેટિંગ સામે આવી છે.

    ચેટિંગ આ પ્રકારે છે

    પલક - ભૈયા, આયુષીએ મોટો તગડો તાંત્રિક પકડ્યો છે. 25 લાખમાં ડીલ થઇ છે.
    પીયૂષ જીજુ - કોની સાથે?
    પલક - તાંત્રિક સાથે
    પલક - BMને પાગલ કરીને ઘરે બેસાડી દીધા છે.
    પીયૂષ જીજુ - કુહૂ (ભય્યુ મહારાજની પુત્રી) ઘરે આવવાની છે. કાલે કુહૂનો રૂમ ઠીક થઇ જશે.
    પલક - કુહૂએ શરદને કહ્યું છે કે તે સામે આવી તો હું તેને મારી નાખીશ. આ વખતે તો કુહૂ પૂરી રીતે તૈયારી કરીને ગઈ છે
    પીયૂષ જીજુ - ક્યાં? ઇન્દોર
    પલક - આયુષીએ આવીને ફરીથી કામ ખરાબ કરી નાખ્યું છે. આયુષીએ પાછા ભાભી, કુહૂ અને બાપુના પિક્સ સળગાવી દીધા.

    પલક એ પણ કહી રહી છે કે ભય્યુ મહારાજે તેને ડોક્ટર આયુષીને ઘરમાંથી બહાર નીકળવા માટે પણ કહ્યું હતું. પલક ભય્યુ મહારાજને એક ચેટિંગમાં પોતાનો પતિ પણ બતાવી રહી છે. ભય્યુ મહારાજના મોત પછી તે પોતાના જીજાને લખી રહી છે કે તેના પતિનું મોત થયું છે. તે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા જરૂર જશે.

    આ પણ વાંચો - 80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યો બળાત્કાર, પોલીસ પણ ચોંકી ગઈ

    પલકે બનાવી લીધા હતા અશ્લિલ વીડિયો

    ઉલ્લેખનીય છે કે ભય્યુ મહારાજની સેવાદાર પલકે તેમના અશ્લિલ વીડિયો બનાવી લીધા હતા. તેના દ્વારા ભય્યુ મહારાજને બ્લેકમેઇલ કરતી હતી. જ્યારે ભય્યુ મરાહાજે આયુષી સાથે 17 એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા તો પલક પણ તેમની પર એક વર્ષની અંદર લગ્ન કરવાનું દબાણ કરવા લાગી હતી. પલક બે વર્ષથી વધારે સમય ભય્યુ મહારાજ સાથે હતી. તે મહારાજ સાથે લગ્ન કરવા માંગતી હતી પણ ડો. આયુષી સાથે લગ્ન થઇ ગયા હતા. તેણે મહારાજના લગ્નના દિવસે પણ ઘણો હંગામો કર્યો હતો.

    2018માં ભય્યુ મહારાજે ગોળી મારી આત્મહત્યા કરી હતી

    ભય્યુ મહારાજે 2018ની 12મી જૂને પોતાના નિવાસસ્થાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મહારાજના 2 સેવાદાર વિનાયક અને શરદની આત્મહત્યા માટે ઉફસાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. શરદ ડ્રાઇવર હતો જ્યારે વિનાયક જૂનો કર્મચારી હતો. ભય્યુ મહારાજનો બધો હિસાબ-કિતાબ વિનાયક જોતો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन