પૈસા ન આપતા પુત્રએ માતાને પેટ્રોલ છાંટી સળગાવી, વીડિયો થયો વાયરલ

આરોપી પુત્ર ઉથમ

મહિલાના પિતાએ આ અંગે તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ આપી છે, યુવક હાલ ફરાર.

 • Share this:
  બેંગલુરુઃ માતા સાથે અમાનવિય વર્તનનો વધુ એક વીડિયો બેંગલુરુમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં 20 વર્ષીય ઉથમ તેની માતાને સળગાવી રહ્યાનું દેખાઈ રહ્યું છે. આ બનાવ છઠ્ઠી ડિસેમ્બરના રોજ બન્યો હતો. મહિલાએ પૈસા ન આપતા તેના પુત્રએ આવું અધમ કૃત્ય કર્યું હતું. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  મળતી માહિતી પ્રમાણે ઉથમ અને તેની માતા ભારતી વચ્ચે પૈસાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભારતીને આશંકા હતી કે તેનો પુત્ર દારૂ પાછળ પૈસા ખર્ચી નાખશે. માતાએ પૈસા ન આપતા ઉથમે તેના પર પેટ્રોલ છાંટી દીધું હતું અને દીવાસળી ચાંપી દીધી હતી. બનાવ બાદ યુવકના પિતા દોડી આવ્યા હતા અને આગ ઠારી હતી. ભારતીને બાદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  હાલ હોસ્પિટલ ખાતે ભારતીની સારવાર ચાલી રહી છે. આગને કારણે તેના ચહેરા, છાતી અને હાથના ભાગે ઈજા પહોંચી છે. આ દરમિયાન ભારતીના પતિએ તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ આપી છે. બનાવ બાદ ઉથમ ઘરેથી ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

  આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડનું અફેર હોવાની આશંકાએ પ્રેમી તેને ગેસ સિલિન્ડર ફટકારી પતાવી દીધી

  શનિવારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. જેમાં એક પુત્ર તેની માતાને ઝાડુ વડે ફટકારી રહ્યો હતો. આ કેસમાં પોલીસે સુઓમોટો દાખલ કરીને મહિલાના 19 વર્ષીય પુત્ર જીવનની ધરપકડ કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: