બારડોલી પોલીસે સ્પ્રે મારીને લૂંટ કરતા બે લૂંટારૂ ઝડપી પાડ્યા

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે કાર ચાલક પર સ્પ્રે મારી લૂંટ કરનાર બે લુંટારૂની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. બાબેન ગામ નાજ બે યુવાનોએ કારચાલકને આંતરી રૂ. ૩ હજારની લૂંટ ચલાવી હતી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે કાર ચાલક પર સ્પ્રે મારી લૂંટ કરનાર બે લુંટારૂની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. બાબેન ગામ નાજ બે યુવાનોએ કારચાલકને આંતરી રૂ. ૩ હજારની લૂંટ ચલાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરત# સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે કાર ચાલક પર સ્પ્રે મારી લૂંટ કરનાર બે લુંટારૂની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. બાબેન ગામ નાજ બે યુવાનોએ કારચાલકને આંતરી રૂ. ૩ હજારની લૂંટ ચલાવી હતી.

બારડોલી પંથકમાં કેટલાક દિવસોથી લૂંટારૂઓ સક્રિય બન્યા છે. ઘરફોડ ચોરી બાદ લૂંટારૂઓ બેફામ બન્યા હતા. ઘટના એ બની હતી કે, સ્વર્ણિમ ગામ કેહવાતા બાબેન ગામ નેજ લૂંટારૂઓએ ટાર્ગેટ બનાવ્યું હતુ. બારડોલીના જીગ્નેશ પટેલ નામના ઇસમ પોતે ગત રોજ કામરેજથી પોતાનું કામ પતાવી બારડોલી તરફ આવતા હતા, ત્યારે બાબેન ગામની સીમમાં બમ્પ નજીક કાર ધીમી પડતા એકટીવા બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ તેમના મોઢા પર જ્વલનશીલ સ્પ્રે છાંટ્યું હતુ. જેથી તેમની આંખોમાં બળતરા શરૂ થતા તેમના ખિસ્સામાં મુકેલ ૩ હજાર રૂપિયાની લૂંટ કરી બન્ને લૂંટારૂ ફરાર થઇ ગયા હતા.

બાબેન ગામની સીમમાં મુખ્ય માર્ગ પર આવેલ હનુમાનજી મંદિર નજીક લૂંટની ઘટના બનતા બારડોલી પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાતમી મુજબ લૂંટારૂઓ સ્થાનિક હોવાનું જાણવા મળ્યું હતુ, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરતા ગણતરીના કલાકો માજ બન્ને લૂંટારૂ પોલીસે ઝડપી પાડ્યા હતા.

બન્ને લૂંટારાની ધરપકડ બાદ બારડોલી પોલીસ મથકે લવાયા હતા, જ્યાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન બન્ને બારડોલીના બાબેન નજીક આવેલ સાઈ વંદના સોસાયટીમાં રેહતા અને નીતીશ ભુપેન્દ્ર પાંડે તેમજ શાંતિલાલ પાંડે નામ હોવાનું બહાર આવ્યું હતુ, આ બન્ને આરોપીઓ સંબંધમાં પિત્રાઈ ભાઈઓ જ હતા. હાલ બારડોલી પોલીસે બન્ને પાસેથી લૂંટમાં વપરાયેલ સ્પ્રે, એકટીવા કબજે કર્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે.
First published: