ધાનેરા પાસે રૂ. 80 લાખની લૂંટના આરોપીઓને શોધવા 9 ટીમો બનાવાઇ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા પાસે ગઇકાલે બપોરે બનાસ બેન્ક શાખાના બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને રૂ.80 લાખની લૂંટથી ચકચાર મચી જવા પામીછે. પોલીસે આ લૂંટ અંગે તપાસ હાથ ધરી છે.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા પાસે ગઇકાલે બપોરે બનાસ બેન્ક શાખાના બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને રૂ.80 લાખની લૂંટથી ચકચાર મચી જવા પામીછે. પોલીસે આ લૂંટ અંગે તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા પાસે ગઇકાલે બપોરે બનાસ બેન્ક શાખાના બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને રૂ.80 લાખની લૂંટથી ચકચાર મચી જવા પામીછે. પોલીસે આ લૂંટ અંગે તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા નવ ટીમો બનાવાઈ છે. SOG, પેરોલ ફર્લો, એન્ટી રોમિયો સહિતની ટીમો વિવિધ સ્થળે રવાના કરાઇ છે. પોલીસ દ્વારા બેંકના સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરાશે.ધાનેરાની મુખ્ય શાખામાંથી કેસ લઇને  બાપલા શાખાના કેશીયર ચેલાભાઇ એમ.પટેલ અને પટાવાળા કિર્તીભાઇ બી.વ્યાસ જીપમાં બેસીને બાપલા તરફ આવી રહ્યા હતા. ત્યારે રવિ ગામ નજીક કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ ડીઆઇ જીપની આડે કાર ઉભી રાખી દઇ તેમને આંતર્યા હતા. અને જીપ ઉપર ફાયરીંગ કર્યું હતું. અને  રૂ. 80 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
First published: