બહુચરાજીઃજૂથ અથડામણ-2ની હત્યા મામલે ત્રણ પોલીસ ફરિયાદ

બહુચરાજીઃ મહેસાણાના બહુચરાજીના એદલા ગામે બે સમાજના લોકો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બે વ્યક્તિઓની હત્યા સહીત લુંટ અને હત્યાના પ્રયાસ સહિતની બહુચરાજી પોલીસ મથકે કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોધાવા પામી છે. ગઇ કાલે એદાલા ગામે થયેલી બોલાચાલી બાદ રેલી બહુચરાજી પહોચ્યો હતો. અને બે આધેડની બહુચરાજીમાં ટોળાએ હત્યા કરી નાખતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
બહુચરાજીઃ મહેસાણાના બહુચરાજીના એદલા ગામે બે સમાજના લોકો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બે વ્યક્તિઓની હત્યા સહીત લુંટ અને હત્યાના પ્રયાસ સહિતની બહુચરાજી પોલીસ મથકે કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોધાવા પામી છે. ગઇ કાલે એદાલા ગામે થયેલી બોલાચાલી બાદ રેલી બહુચરાજી પહોચ્યો હતો. અને બે આધેડની બહુચરાજીમાં ટોળાએ હત્યા કરી નાખતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.

ગતરોજ બહુચરાજીના એદલા ગામે દરબારો અને રબારી સમાજના લોકો વચ્ચે અગાઉની અદાવત રાખી થયેલી મારામારી જૂથ અથડામણમાં પરિણમી હતી. ત્યારે આ અથડામણના પડઘા બહુચરાજીમાં પણ પડ્યા હતા. અને એદલા ગામ સહીત આસપાસના બંને સમાજના ગામોના લોકો બહુચરાજીમાં એકત્રિત થઇ ગયા હતા. જેમાં બાઈક, ૧ કાર, ૧ હોટલ, ૧ ડેરી, ૧ ગલ્લો સળગાવાયા હતા.

અને આ ઘટનામાં ડોડીવાડાના રબારી મગનભાઈ રામભાઈ અને હાંસલપુરના ભરવાડ ભોજાભાઈ ગાંડાભાઈની હત્યા કરી દેવાઈ હતી. તો આ સમગ્ર મામલે ત્રણ અલગ-અલગ ફરિયાદોમાં કુલ નામ જોગ ૧૦૫ વ્યક્તિઓ સહીત ઉગ્ર બનેલા ટોળા સામે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે. ઉપરાંત લુંટ, ધાડ, અદાવત રાખીને હત્યાની કોશિષ સહિતના ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે.
First published: