તે કહેવત તો તમે સાંભળી જ હશે કે, 'રામ રાખે, તેને કોણ ચાખે' આ કહેવત બુધવારે સાચી સાબિત થઈ છે. બાગપત જનપદ પોલીસને શેરડીના ખેતરમાંથી એક અઠવાડીયા જુની મહિલાની લાસ પાસેથી એક દોઢ મહિનાની બાળકી જીવતી મળી આવી. હત્યારાએ બાળકીને પણ મારવાની કોશિસ કરી અને બાળકીને મરેલી સમજી લાસ પાસે જ છોડી જતો રહ્યો. પરંતુ, કિસ્મતથી તે બચી ગઈ છે.
જોકે, આ સ્ટોરી લખાય છે ત્યાં સુધી એ નથી ખબર પડી કે મૃતક મહિલા અને તેની બાળકી ક્યાંના રહેવાસી છે? પોલીસે મહિલાની લાસને પોસ્ટ માર્ટમ માટે મોકલી દીધો છે, જ્યારે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. પોલીસ બાળકી સ્વસ્થ્ય થાય તેની રાહ જોઈ રહી છે. સાથે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે.
ખેડૂતને બેસૂધ મળી બાળકી, પોલીસને આપી સૂચના આ મામલો બડોત પોલીસ સ્ટેશન વિસ્તારના ઢિઢોરા ગામનો છે, જ્યાં સવારના સમયે ખેતરમાં ગયેલા એક ખેડૂતે બાળકીને ઘાયલ અવસ્થામાં પડેલી જોઈ. બાળકીની હાલત ખુબ ગંભીર હતી. તે બેસૂધ થઈ પડી હતી. થોડે જ દૂર ખેડૂતને બાળકીની માંની લાસ પણ જોવા મળી. લાસની ઓળખ ન થઈ શકે તે માટે મહિલાના ચહેરાને પૂરી રીતે ડેમેજ કરવામાં આવ્યો છે. લાસ પૂરી રીતે સડી ગઈ હતી. લાસ જોયા બાદ લગભગ એક અઠવાડીયા જુની હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ કેડૂતે પોલીસને કરી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને લાસને પીએમ માટે મોકલી આપી હતી.
ખસતી ખસતી ખેતરના સેઢા સુધી પહોંચી ગઈ બાળકી પોલીસે જ્યારે બાળકીને જોઈ તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને તૂરંત હોસ્પિટલમાં મોકલવામાં આવી. બાળકીના શરીર પર પણ ઈજાના નિશાન હતા. જો, ગ્રામીણ યશપાલનું માનીએ તો, બાળકી પોતાની માની લાસ પાસેથી ખસતી-ખસતી સેઢા સુધી પહોંચી ગઈ. પરંતુ, એક અઠવાડીયા સુધી ભૂખી-તરસી ખેતરમાં પડી રહેવા અને જંગલી જાનવરોનો ડર હોવા છતાં, બાળકીનું બચવું એક કરિશ્મા છે.
બડોતના સીઓ રામાનંદ કુશવાહનું કહેવું છે કે, પોલીસે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી છે. જ્યાં ડોક્ટર તેની સારવારમાં લાગી ગયા છે. બાળકીની હાલત હાલમાં સારી છે. મહિલાના શબને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ મહિલાની ઓળખ કરવામાં લાગી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર