120 યુવતીઓ સાથે રેપનો આરોપી, આવી રીતે ફસાવતો હતો 'જલેબી બાબા'

News18 Gujarati
Updated: July 23, 2018, 2:20 PM IST
120 યુવતીઓ સાથે રેપનો આરોપી, આવી રીતે ફસાવતો હતો 'જલેબી બાબા'
જલેબી બાબા પોતાને તંત્ર-મંત્રનાં ખુબ મોટા જાણકાર ગણાવતો હતો. ચપટીમાં લોકોની પરેશાની દૂર કરવાનો તેનો દાવો હતો.

જલેબી બાબા પોતાને તંત્ર-મંત્રનાં ખુબ મોટા જાણકાર ગણાવતો હતો. ચપટીમાં લોકોની પરેશાની દૂર કરવાનો તેનો દાવો હતો.

  • Share this:
નવી દિલ્હી: હરિયાણાનાં ટોહના વિસ્તારમાં 'ધર્મની દુકાન' ચલાવનારા બાબાની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાબા અમરપુરી પર 90થી વધુ મહિલાઓ પર રેપ કરવાનો અને 120 અશ્લીલ વીડિયો રિકોર્ડ કરવાનો આરોપ છે. બાબા ગત 20 વર્ષથી ધર્મ-કર્મની આડમાં રેપ અને બ્લેકમેઇલિંગની દુકાન ચલાવી રહ્યાં હતાં.

બાબાની હરકતો પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે પોલીસે તેમનાં એક જાસુસે બાબાનાં અશ્લીલ વીડિયો સીડી સોપી હતી. જોકે એવું ન હતું કે આ પહેલી વખત નથી બન્યું કે કોઇએ બાબાનાં આશ્રમમાં ચાલતી પાપલીલાની સચ્ચાઇ દુનીયાની સામે લાવવાનો પ્રયાસ ન કર્યો હોય.

13 ઓક્ટોબર 2017નાં એક મહિલાએ બાબા અમરપુરી વિરુદ્ધ ટોહાના થાણામાં રિપોર્ટ લખાવી હતી. ત્યારે મહિલાએ બાબા પર તેનાં સાથે બળાત્કાર ગુજાર્યાનો આરોપ લગાવ્યો હતો. અને બાબાની ધરપકડ કરીને હાલમાં તેને જેલમાં નાખવામાં આવ્યો છે.

અશ્લીલ વીડિયો બનાવવાનાં ઉસ્તાદ આ બાબાએ ત્યારે એવી જાલ બિછાવવી હતી કે થોડા જ દિવસોમાં તે મહિલા જ શંકાનાં દાયરામાં આવી ગઇ. બાબાની એક શિષ્યાએ ઉલ્ટા તે મહિલાને જ બાબા વિરુદ્ધ લખાવવામાં આવેલાં રિપોર્ટને રદ્દ કરાવવાં રૂપિયા વસૂલતા રંગે હાથ પકડાવી હતી. જે બાદ બાબાને જામીન મળી ગયા હતાં.

જલેબી બાબા પોતાને તંત્ર-મંત્રનાં ખુબ મોટા જાણકાર ગણાવતો હતો. ચપટીમાં લોકોની પરેશાની દૂર કરવાનો તેનો દાવો હતો. જ્યારે પણ કોઇ મહિલા કે યુવતી બાબા પાસે તેની મુશ્કેલી લઇને આવતી બાબા તેને તેની જાળમાં ફસાવી દેતો.

બાબા યુવતી અને તેની સાથે આવેલાં એક વ્યક્તિની સામે ચાલીને આગતા સ્વાગતા કરતો હતો. છેતરીને યુવતીને નશીલી ચા કે કોલ્ડ ડ્રિન્ક પીવડાવતો અને સાથે આવેલા બીજા વ્યક્તિને યુવતી પર ઉપરનો સાયો હોવાની વાત કહીને તે જગ્યાએથી જતા રહેવાં કહેતો.બાબા યુવતીને આશ્રમમાં જ બનેલા તહેખાનામાં લઇ જતો અને પછી તેની સાથે જબરજસ્તી કરતો. આ દરમિયાન તે તેનાં મોબાઇલ ફોનથી તેની કપડાં વગરની તસવીરો લેતો રેપ અને બ્લેકમેલિંગ માટે આશ્રમમાં બનેલાં આ તહખાનામાં દરેક પ્રકારની સુખ સુવિધાની વ્યવસ્થા પણ હતી. જ્યારે તે હોશમાં આવતી તો તેને તસવીરો બતાવીને જે તે મહિલાનું શારીરિક શોષણ કરતો.
First published: July 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading