Home /News /crime /

એશિઝ સિરીઝ: ચોથી ટેસ્ટ ડ્રો, સ્મિથે સદી ફટકારીને નોંધાવ્યા અનેક રેકોર્ડ

એશિઝ સિરીઝ: ચોથી ટેસ્ટ ડ્રો, સ્મિથે સદી ફટકારીને નોંધાવ્યા અનેક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ પાંચમા અને અંતિમ દિવસે શનિવારે સમાપ્ત થઈ. મેલબોર્નમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા રમત સમાપ્ત થાય થયા સુધીમાં 4 વિકેટ ગુમાવીને 263 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 491 રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 5 મેચોની સિરીઝમાં પહેલી ત્રણ ટેસ્ટ જીતીને પહેલા જ 3-0થી લીડ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે 102 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે વોર્નરે 86 રન બનાવ્યા હતા. ઓપનર કેમરન બેનક્રોફ્ટે 27 અને ઉસ્માન ખ્વાઝાએ 11 રનનું યોગદાન આપ્યું હતું. શોન માર્શ 4 રન બનાવીને સ્ટુઅર્ટ બ્રોડનો શિકાર બન્યો હતો. મિચેલ માર્શ 29 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી 244 રનની અણનમ શતકિય ઈનિંગ રમનાર એલેસ્ટેયર કૂક મેન ઓફ ધ મેચ બન્યો હતો.

સ્મિથે 161 બોલમાં પોતાની શતક પૂરી કરી હતી, જે તેમની ટેસ્ટ કારકિર્દીની સૌથી ધીમી શતક હતી, પરંતુ સૌથી ફાસ્ટ 23 શતક બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 110મી ઈનિંગમાં 23મી શતક ફટકારી હતી. તેનાથી ઝડપી 23 ટેસ્ટ શતક દિગ્ગ બેટ્સમેન ડોન બ્રેડમેન (59 ઈનિંગ) અને પૂર્વ ભારતીય સ્ટાર સુનિલ ગાવસ્કર (109) પૂરી કરી છે. તે ઉપરાંત વિસ્ફોટક ઓપનર વોર્નરે પોતાના કરિયરની સૌથી ધીમી ફિફ્ટી પૂરી કરી હતી.

સ્મિથ આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી ફાસ્ટ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. વર્ષ 2017માં તેને 76.76ની એવરેજથી કૂલ 1305 રન બનાવ્યા છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટને સિરીઝની પોતાની ત્રીજી સેન્ચ્યુરી પણ ફટકારી હતી. સ્મિથે સતત મેલબોર્ન ટેસ્ટમાં ચોથી વાર શતક ફટકારી અને આવું કરનાર દિગ્ગજ બ્રેડમેનની ક્લબમાં સામેલ થઈ ગયો છે. સ્મિથે આ વર્ષો પોતાની છઠ્ઠી શતક ફટકારતાની સાથે જ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. પોન્ટિંગના નામે પણ બે વાર એક વર્ષમાં 6 ટેસ્ટ શતક નોંધાયેલી છે.
First published:

Tags: Steve smith

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन