બળાત્કારના આરોપી આસારામના પગે લાગ્યા પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 17, 2017, 4:41 PM IST
બળાત્કારના આરોપી આસારામના પગે લાગ્યા પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ

  • Share this:
સગીરા વિદ્યાર્થીની સાથે રેપ કરવાના આરોપમાં જેલમાં બંધ આસારામના ભક્તોમાં કોઈ જ ઉણપ આવી નથી. આસારામ ભલે જેલમાં બંધ હોય, પરંતુ તેમના ભક્તો આજે પણ પહેલાની જેમ જ તેમની પૂજા કરે છે. હાલમાં જ જોધપુરમાં થયેલી એક ઘટના આ વાતનો પુરાવો છે. જોધપુર કોર્ટ સામે સિક્કિમ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુંદર નાથ ભાર્ગવે રેપના આરોપી આસારામના પગે લાગીને નવા વિવાદને જન્મ આપી દીધો હતો. અસલમાં કોર્ટમાં રેપના કેસ પર સુનવણી કરવામાં આવી રહી છે, જેના કારણે પ્રતિદિવસે આસારામને જેલથી કોર્ટ લઈ જવામાં આવે છે. શનિવારે જ્યારે આસારામને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે પરિસરમાં હાજર જસ્ટિસ ભાર્ગવે બધા જ લોકોની સામે જ આસારામના પગે લાગ્યા હતા. તે ઉપરાંત પૂર્વ ચીફ જસ્ટિસ સાથે બે સુરક્ષા કર્મચારીઓએ પણ આવું કર્યું હતું.

ઈન્ડિયા ટુડે અનુસાર આ બાબતે જ્યારે પાછળથી જસ્ટિસ ભાર્ગવને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને જણાવ્યું કે, તેઓ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જોધપુર આવ્યા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આસારામને સુનવણી માટે કોર્ટમાં લાવવામાં આવશે તો તેમના દર્શન કરવા માટે તેઓ કોર્ટ પહોંચ્યો હતો. તે ઉપરાંત આસારામને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા તેમને આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો કે, 'જસ્ટિસ ભાર્ગવ મારા ભક્ત છે. તેઓ ઘણા વર્ષોથી મને ઓળખે છે, તેઓ મને મળવા ઈચ્છતા હતા તેથી તેઓ અહી આવ્યા. તેમના ન્યાયપાલિકામાં સારા કોન્ટેક્ટ્સ છે. કંઈક સારૂ થવાનું છે.'

જણાવી દઈએ કે, આશ્રમમાં એક સગીરા સાથે રેપ કરવાના કેસ બાબતે ઓગસ્ટ 2013માં જોધપુર પોલીસે બાપુ આસારામની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી 4 વર્ષથી આસારામ જેલમાં બંધ છે. આસારામે ઘણીવાર કોર્ટમાં જમાનત માટે અરજી કરી છે, પરંતુ તેમની જમાનતની અરજીઓ કોર્ટમાંથી ફગાવી દેવામાં આવી છે. આ કેસ બાદ બીજી પણ ઘણી બધી મહિલાઓ સામે આવી હતી, જેમને આસારામ પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આસારામના જેલમાં ગયા બાદ તેના પુત્રની પણ યોનશોષણના આરોપમાં ધરપકડ કરીને જેલમાં નાંખી દેવામાં આવ્યો હતો. સુરતની બે મહિલાઓએ નારાયણ સાંઈ પર આરોપ લગાવ્યો હતો કે, તેમની સાથે સુરતના આશ્રમમાં  રેપ કરવામાં આવ્યો હતો.

 
First published: December 17, 2017, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading