કેજરીવાલનો ફરી ટ્વિટ વાર, DDCAની તપાસથી જેટલી કેમ ગભરાયા છે?

Haresh Suthar | News18
Updated: December 16, 2015, 3:27 PM IST
કેજરીવાલનો ફરી ટ્વિટ વાર, DDCAની તપાસથી જેટલી કેમ ગભરાયા છે?
દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારના સચિવાલય પર સીબીઆઇએ મંગળવારે છાપો મારતાં રાજકીય વિવાદ ખડો થયો હતો. કેજરીવાલે સતત ટ્વિટ કરી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં કેજરીવાલે પીએમ મોદીને કાયર અને મનોરોગી પણ કહ્યા હતા. આજે ફરી કેજરીવાલે ટ્વિટ વાર કર્યો છે.

  • News18
  • Last Updated: December 16, 2015, 3:27 PM IST
  • Share this:
નવી દિલ્હી # દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારના સચિવાલય પર સીબીઆઇએ મંગળવારે છાપો મારતાં રાજકીય વિવાદ ખડો થયો હતો. કેજરીવાલે સતત ટ્વિટ કરી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં કેજરીવાલે પીએમ મોદીને કાયર અને મનોરોગી પણ કહ્યા હતા. આજે ફરી કેજરીવાલે ટ્વિટ વાર કર્યો છે.

arvind_twt

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલાને એક નવો વળાંક આપ્યો છે. કેજરીવાલે એક ડોક્યુમેન્ટ ટ્વિટ કરી કહ્યું છે કે, મારી ઓફિસમાં કાગળો, ફાઇલો સીલ કરવામાં આવી છે. જેનો તપાસ સાથે કોઇ સંબંધ નથી. મારી ઓફિસમાં થયેલ ફાઇલ મૂવમેન્ટની એક મહિનાની વિગતો મેળવાઇ હતી.

આ ટ્વિટમાં કેજરીવાલે કહ્યું છે કે, સીબીઆઇ ડીડીસીએની ફાઇલો વાંચતી રહી અને એ પોતાના કબ્જામાં પણ લીધી. પરંતુ મીડિયામાં મારા નિવેદન બાદ તેઓ ચાલ્યા ગયા. ખબર નથી કે તેઓ એ કોપી લઇ ગયા કે નહીં. વધુ એક ટ્વિટમાં કેજરીવાલે અરૂણ જેટલી સામે વાર કર્યો, તેમણે કહ્યું કે, નાણામંત્રી ગઇ કાલે સંસદમાં ખોટું બોલ્યા હતા. DDCAની તપાસથી જેટલી આટલા બધા ડરેલા કેમ છે? DDCA કૌભાંડમાં એમની ભૂમિતા શું છે?
First published: December 16, 2015
વધુ વાંચો
अगली ख़बर