અરૂણ જેટલી માનહાનિ કેસ મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાનો જવાબ રજુ કર્યો છે. જેમાં અંદાજે 2 હજાર પાના ભરીને ડોક્યુમેન્ટ અને 3 સીડી પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી # અરૂણ જેટલી માનહાનિ કેસ મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાનો જવાબ રજુ કર્યો છે. જેમાં અંદાજે 2 હજાર પાના ભરીને ડોક્યુમેન્ટ અને 3 સીડી પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમે 2000 પાનાનો દસ્તાવેજ રજુ કર્યો છે. આપ પાર્ટી સચ્ચાઇ ઉજાગર કરવા ઇચ્છે છે. ભાજપના સાંસદે પણ આ જ વાત કરી છે.
ડીડીસીએ કૌભાંડમાં અરૂણ જેટલીનું નામ જોડાતાં અરૂણ જેટલીએ આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ કેસ નોંધાવ્યો હતો. જેટલીએ દિલ્હી હાઇકોર્ટમાં આપ નેતાઓ વિરૂધ્ધ 10 કરોડનો માનહાનિનો કેસ અને પાટિયાલા હાઉસ કોર્ટમાં ફોજદારી કેસ નોંધાવ્યો છે.
જેટલીનું કહેવું હતું કે, આપ નેતાઓના ખોટા નિવેદનોને પગલે મારી છબી ખરડાઇ છે. જે મુદ્દે 5મી જાન્યુઆરીએ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર