Home /News /crime /Crime: લક્ઝરી કારની માંગણી કરી ત્રાસ આપતા સાસરિયાથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત

Crime: લક્ઝરી કારની માંગણી કરી ત્રાસ આપતા સાસરિયાથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત

શિક્ષિકાની તસવીર

Bihar Crime News: આ શિક્ષિકા આર્મી સ્કુલની (Army school) ટીચર હતી. શિક્ષિકાને તેના સાસરિયાઓના ત્રાસ આપતા હતા અને વૈભવી કારની માંગણી કરતાં હતા.

    પટનાઃ આજે પણ દેશમાં દહેજ માંગીને (dowry) વહુને ત્રાસ અપાતો હોવાની ઘટનાઓ ઓછી નથી. દહેજ લાવવાના દબાણ અને ત્રાસના કારણે વર્ષે અનેક મહિલાઓ આપઘાત (woman suicide) કરી લે છે, ત્યારે આવા જ કારણસર પટનામાં દાનાપુરમાં સ્કૂલની શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. આ શિક્ષિકા આર્મી સ્કુલની (Army school) ટીચર હતી. શિક્ષિકાને તેના સાસરિયાઓના ત્રાસ આપતા હતા અને વૈભવી કારની માંગણી કરતાં હતા. જેનાથી કંટાળીને તેણે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

    મૃતકનું નામ શાલિની તિવારી છે. તે દાનાપુર આર્મી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આરપીએસ રોડના મુંડેશ્વરી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 5માં રહેતી હતી. મૃતક શિક્ષિકા બિહટા નિવાસી રાજાપુરના રહેવાસી રાહુલ કુમાર ત્રિપાઠીની પત્ની હતી.

    શાલિનીએ ફ્લેટના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પરિવારને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, તેમ છતાં તેનો જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

    આ પણ વાંચોઃ-રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

    મૃતકના ભાઈ શિવમ કુમારે જણાવ્યું હતું કે, પતિ અને સાસરિયાઓ દ્વારા લક્ઝરી કારની વારંવાર માંગણી કરવામાં આવતી હતી અને બહેન શાલિની તેને વારંવાર આ વાત કહેતી હતી. એટલે કે સાસરિયા દ્વારા માંગણીઓ કરવામાં આવતી હતી જેના કારણે શાલિનીએ જીવન ટુંકાવ્યુ તેમ કહેવાઇ રહ્યું છે.

    આ પણ વાંચોઃ-Surat: અમરોલી BRTS બસ સ્ટેન્ડની રેલિંગમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું, ભારે જહેમત બાદ બહાર કઢાયું

    ત્રણ વર્ષ પહેલા શાલિનીના લગ્ન બિહટાના રહેવાસી રાહુલ કુમાર ત્રિપાઠી સાથે થયા હતા. મૃતક શાલિનીના ભાઇએ જણાવ્યુ કે, લગ્ન બાદથી જ સાસરિયાઓ તેને સતત હેરાન કરતા હતા અને લક્ઝરી કારની માંગણી કરતા હતા. આ માંગણી પૂરી ન કરવા બદલ તેને વારંવાર માર મારવામાં આવ્યો હતો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી.
    " isDesktop="true" id="1201568" >

    બહેન પીએચડી કરવા માંગતી હતી
    શિવમના કહેવા પ્રમાણે, તેની બહેન શાલિની પીએચડી કરવા માંગતી હતી અને પ્રોફેસર બનવા માંગતી હતી. આત્મહત્યાના આ કેસમાં શાલિનીના ભાઈએ શાસ્ત્રીનગરમાં કેસ નોંધાવ્યો છે. શાલિનીના પતિ રાહુલ કુમાર, સસરા વિમલ કુમાર ત્રિપાઠી, સાસુ મમતા દેવી, દેવર રોહિત કુમાર ત્રિપાઠી , નણંદ ખુશ્બુ ત્રિપાઠી પર દહેજ માટે ત્રાસ અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ખગૌલ પોલીસ સ્ટેશનમાં દહેજ હત્યાનો કેસ નોંધાયો છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Bihar News, Committed suicide, Crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन