સુરતઃઅંકલેશ્વર શહેરમાંથી આંગડીયા પેઢીના કર્મચારીના અપહરણ બાદ ગઈકાલે માંગરોળ તાલુકાના ઓગણીસા ગામની સીમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.મુતકના મિત્રોએ પોલીસ તપાસ પર પણ ગંભીર સવાલો ઉઠાવિયા હતા.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે સ્ટેસન વિસ્તારમાં આવેલ મગન શંકર આંગડીયા પેઢીમાં કામ કરતા શૈલેશ પટેલ ગઈ ૧૧ ડીસેમ્બર થી ગુમ થયાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોધવામાં આવી હતી.અને પોલીસ તપાસમાં કર્મચારીનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું.
અંકલેશ્વર પોલીસે અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ત્યાં ગઈકાલે સાંજે સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગામ નજીક આવેલા પુલીયા નજીકથી મળી આવી હતી .મુતકના મિત્રોની વાત માનીએતો શૈલેશની
હત્યા રૂપિયાની લેતીદેતીમાં થઇ છે.પોલીસે આરોપીને સત્વરે પકડી સખત
કાર્યવાહી કરે એવી માંગ કરી હતી.
મુતક શૈલેશના મિત્રોએ અંકલેશ્વર પોલીસની કામગીરી પરજ શંકા વ્યકત કરી હતી અને આક્ષેપ કર્યો હતોકે જયારે પોલીસ ફરિયાદ કરી ત્યારે સંકાસ્પદ લોકોના નામ સાથે ફરિયાદ કરવામાં આવી હતી તો પોલીસ કેમ તે દિશામાં ગંભીરતાથી આગળ ના વધી .૧૨ કલાક પછી પણ તપાસના નામે હવામાં બાચકા કેમ મારતી રહી .
જો પોલીસે સરુઆતથી ગંભીરતા દાખવી હોત તો કદાચ આરોપી હત્યાને અંજામ આપી શક્યા ના હોત પણ અંકલેશ્વર શહેર પોલીસ ઢીલી નીતિના કારણે હત્યારાઓ તેમના મક્સદમાં કામયાબ થયા છે.
સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જ્યાં સુધી હત્યારા નહિ પકડાય ત્યાં સુધી શૈલેષની લાશને પોલીસ મથકે મુકી તેઓ વિરોધ કરતા રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર