ભાવનગરઃ ભાવનગરમાં ગત મોડી રાતે આંગડીયા પેઢીના કર્મચારીને છરી હુલાવીને રૂ.35 લાખના હિરાની લૂંટની ઘટનાથી શહેરમાં ચકચાર મચી છે. નિર્મળનગર ફાયર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રીના ૮ થી ૮.૩૦ વચ્ચે નિર્મળ નગર નજીક ફાયરબ્રિગેડની કચેરી સામે પાલીતાણાથી થેલો લઈને ચાલીને આવી રહેલા આંગડીયા પેઢીના કર્મચારી દીયાલભાઈ પટેલ ઉપર અજાણ્યા શખ્સો આવીને આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને બાદમાં બેઝ બોલના ધોકા વડે થેલો છોડાવવા માટે માર માર્યો હતો.
છતાં થેલો નહિ છૂટતા દીયાળભાઈને છરી મારી હતી અને થેલો જુટવીને ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. થેલામાં અંદાજે આંગડીયા પેઢીના કહેવા પ્રમાણે ૩૫ હીરાના પેકેટ હતા જેની એકની કીમત આશરે ૧ લાખ થવા જાય છે. મતલબ કે ૩૫ થી ૪૦ લાખના હીરાના પેકેટની લુટ થવા પામી છે. લૂંટનો ભોગ બનેલા દિયાળભાઈ નિર્મળનગરમાં આવેલા ક્રિસ્ટલ બિલ્ડીંગમાં આવેલી પી શૈલેશ એન્ડ કુ માં કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર