આંધ્રપ્રદેશ: 4 કરોડનું દેવું નહીં ચુકવી શકનાર NRIને હનીટ્રેપમાં ફસાવી મારી નાંખ્યો

NRI ચિગુરૂપતી જયરામને વોટ્સએપ પર છોકરી બની મેસેજ કરતા રાકેશ રેડ્ડીએ હની ટ્રેપમાં ફસાવીને ઉઘરાણીની અદાવતે મારી નાંખ્યો

News18 Gujarati
Updated: February 6, 2019, 11:21 AM IST
આંધ્રપ્રદેશ: 4 કરોડનું દેવું નહીં ચુકવી શકનાર NRIને હનીટ્રેપમાં ફસાવી મારી નાંખ્યો
આ કારમાં મૃતક જયરામની લાશ મૂકીને કારને ક્રિષ્ના જિલ્લાના ખેતરમાં આરોપીઓએ ત્યજી દીધી હતી. (તસવીર સૌજન્ય: ANI ટ્વીટ)
News18 Gujarati
Updated: February 6, 2019, 11:21 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક અનોખી મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી છે. ફિલ્મી કહાણી જેવા આ મર્ડર કેસમાં રૂપિયા 4 કરોડનું દેવું નહીં ચુકવી શકનાર NRI બિઝનેસમેનને હની ટ્રેપમાં ફસાવીને એક વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે તપાસ કરી અને વિજયવાડાના એક બિલ્ડર રાકેશ રેડ્ડી અને તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે રેડ્ડી અને તેના ડ્રાઇવરે NRI બિઝનેસમેન ચિગરૂપતી જયરામને ઉઘરાણીની અદાવતે મારી નાંખ્યો હતો.

આંધ્રપ્રદેશમાં ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે 55 વર્ષના જયરામે બિલ્ડર રાકેશ રેડ્ડી પાસેથી રૂપિયા 4 કરોડની લોન લીધી હતી. હાલમાં બંધ અવસ્થામાં પડેલી એક તેલગુ ન્યૂઝ ચેનલ એક્સપ્રેસ ટીવની માલિકી ધરાવતા જયરામે ધંધામાં નુકસાનીના પગેલ આ લોન ચુકવી નહોતી. વિદેશથી પરત ફરેલા જયરામને રાકેશ રેડ્ડી વારંવાર ફોન કરીને ઉઘરાણી કરતો હતો, જેના પગલે જયરામે રેડ્ડીનો નંબર બ્લોક કરી દીધો હતો. જયરામને સબક શીખવાડવાના ઈરાદાથી રેડ્ડીએ નવા વોટ્સએપ નંબર પર છોકરીનો ફોટો લગાડીને અને જયરામ સાથે સંબંધ બાંધ્યો હતો.

ઉઘરાણી ન ચુકવી શકનાર જયરામને રેડ્ડીએ છોકરી બની અને હની ટ્રેપમાં ફસાવ્યો હતો અને એક દિવસ જ્યુબિલી હીલ વિસ્તારમાં આવેલા મકાનમાં મળવા માટે બોલાવ્ય હતો. એકલા જયરામને રેડ્ડી અને તેના ડ્રાઇવરે ટોર્ચર કરીને 6 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રેડ્ડી અને તેના ડ્રાઇવરના મારના પગલે જયરામનું મૃત્યુ નિપજ્યું હતું. બંને આરોપીએ ત્યારબાદ ગાડીમાં જયરામની લાશ મૂકી અન તેને ક્રિષ્ના જિલ્લામાં તરછોડી દીધી હતી

હૈદરાબાદ પોલીસ આ ઘટનામાં અનેક લોકોની પુછપરછ અને સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલની કોલ ડિટેલ્સના આધારે રેડ્ડી અને ડ્રાઇવરને ઝડપી પાડી આ કેસને ઉકેલ્યો હતો.
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...