આણંદઃમિત્રોને મળવા ગયેલા અમૂલના પ્યુનની કરપીણ હત્યા

News18 Gujarati | Web18
Updated: November 9, 2015, 3:37 PM IST
આણંદઃમિત્રોને મળવા ગયેલા અમૂલના પ્યુનની કરપીણ હત્યા
આણંદઃઆંકલાવના ખડોલના યુવકની સુદણ રોડ પર કરપીણ હત્યા કરી ફેકી દેવાતા ચકચારમ મચી છે. યુવક અમૂલમાં પ્યુનની નોકરી કરતો હતો. અને ઘરે આવ્યા બાદ મિત્રોને મળવા જવાનું કહી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. જો કે યુવક દારૂ,જુગારની લત ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

  • Web18
  • Last Updated: November 9, 2015, 3:37 PM IST
  • Share this:
આણંદઃઆંકલાવના ખડોલના યુવકની સુદણ રોડ પર કરપીણ હત્યા કરી ફેકી દેવાતા ચકચારમ મચી છે. યુવક અમૂલમાં પ્યુનની નોકરી કરતો હતો. અને ઘરે આવ્યા બાદ મિત્રોને મળવા જવાનું કહી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. જો કે યુવક દારૂ,જુગારની લત ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આંકલાવ ના ખડોલ ના યુવાન ની હત્યા કરાયેલ લાશ ખડોલ સુદણ રોડ પર આવેલ અમદાવાદીયા પુરા નજીક પડી હોવાની પોલીસ ને બાતમી મળતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ઘટના સ્થળે તપાસ શરુ કરતા આ લાશ ખડોલના નાયક ફળીયામાં રહેતા રમેશભાઈ ખેમા ભાઈ નાયકની હોવાનું ખુલ્યું હતું. મૃતક રમેશ નાયક આણંદ સ્થિત અમુલ ડેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો અને તે પરિવાર જનોના જણાવ્યા મુજબ કાલે નોકરીથી સાંજે પરત આવ્યો હતો ત્યાર બાદ તે ઘરે થી મિત્રો ને મળવા નીકળ્યો હતો અને સવાર સુધી પરત આવ્યો ન હતો.

રમેશ નાયક ની હત્યા માથા અને મોઢા ના ભાગે પત્થર મારીને કરવામાં આવી હતી હત્યા રાત્રી ના કોઈપણ સમય દરમિયાન કરવામાં આવી હતી. જોકે પોલીસ ને હત્યારાઓ સ્થાનિક હોવાનું અનુમાન છે.
First published: November 9, 2015, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading