Home /News /crime /પત્નીને મારીને જીવતી જમીનમાં દાટી દીધી, તો પણ બચી ગઈ મહિલા! જાણો કેવી રીતે

પત્નીને મારીને જીવતી જમીનમાં દાટી દીધી, તો પણ બચી ગઈ મહિલા! જાણો કેવી રીતે

પત્નીને મારીને જીવતી દાટી દીધી

એક ચોંકાવનારા કિસ્સામાં એક શખ્સે પોતાની પત્નીને જીવલેણ માર માર્યા બાદ જીવતી દાટી દીધી હતી. જો કે બાદમાં તેણી માંડ માંડ જીવ બચાવી શકી હતી. જાણો આખો મામલો

    તમે કદાચ કહેવત સાંભળી જ હશે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’. જેનો અર્થ છે કે, ભગવાની જેની રક્ષા કરે છે, તેનું કોઈ કશું બગાડી શકતું નથી. વ્યક્તિ મુશ્કેલ સમયમાં સમજદારીથી કામ કરે, તો તે કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. અમેરિકામાં આ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે. અમેરિકામાં એક પતિએ (American woman buried alive) પોતાની જ પત્નીને જીવથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો અને જમીનમાં જીવતી જ દાટી દીધી હતી.

    ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટનના કે. લેસી (Lacey, Washington) માં 16 ઓક્ટોબરના રોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ વિભાગે આ ઘટના અંગે વિગતવાર જાણકારી આપી છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર 42 વર્ષીય મહિલા સૂફ એન પોતાના ઘરમાં એકલી હતી, તે સમયે તેનો 53 વર્ષીય પતિ ચાય ક્યોંગ ત્યાં આવ્યો હતો. મહિલાના પતિએ મહિલાનું અપહરણ કર્યું (Husband kidnap wife) અને ગાડીમાં લઈ ગયો હતો. આ દરમિયાન બાળકો ઘરે નહોતા.

    અપહરણ કરીને જીવતી દાટી દીધી

    પાડોશીઓએ પોલીસને જાણકારી આપી કે, તેમને ઝઘડાનો અવાજ સંભળાયો હતો. ઘરમાં ગેરેજનો દરવાજો ખુલ્લો હતો અને અંદર એક ડક્ટ ટેપ પડી હતી. પોલીસે જણાવ્યું કે, મહિલા પાસે અગાઉથી જ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા સાથે જોડાયેલ પ્રોટેક્શન ઓર્ડર હતો. પોલીસે તાત્કાલિક સોશિયલ મિડીયા પર વ્યક્તિ ગુમ થવાની એલર્ટ જાહેર કરી દીધી અને લોકોને મોબાઈલ પર જાણ કરી દીધી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ એક ઘરમાં અચાનક દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો. ઘર માલિકે દરવાજો ખોલ્યો તો તે મહિલા દરવાજા પાસે ઊભી હતી અને તેના શરીર પર ડક્ટ ટેપ ચોંટેલી હતી અને તેના વાળમાં ધૂળ ભરાયેલી હતી.

    માટીમાંથી નાક બહાર કાઢીને પોતાનો જીવ બચાવ્યો

    મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ તેને જીવથી મારી નાખવા ઈચ્છતો હતો, આ કારણોસર તેનો પતિ તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિએ તેના પર ચાકૂથી હુમલો કર્યો અને જીવતી જ કબરમાં દાટી દીધી હતી. તેણે ખૂબ જ સમજદારીથી કામ કર્યું અને પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાએ માટીમાંથી પોતાનું નાક બહાર કાઢ્યું, જેથી તે શ્વાસ લઈ શકતી હતી. ત્યારબાદ તે ધીમે ધીમે માટીમાંથી બહાર આવવા લાગી. તે અડધો કલાક સુધી જંગલમાં ભટકતી હતી અને જે પહેલુ ઘર દેખાયું ત્યાં ગઈ હતી. મહિલાના પતિની 17 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે પર હત્યાની કોશિશ તથા ઘરેલુ હિંસાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Husband and Wife, Husband beaten wife, Husband wife fight, Washington

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन