હનીપ્રીતને હરિયાણા પોલીસે પુછ્યા 18 સવાલ

Network18 | News18 Gujarati
Updated: October 4, 2017, 12:47 PM IST
હનીપ્રીતને હરિયાણા પોલીસે પુછ્યા 18 સવાલ
Network18 | News18 Gujarati
Updated: October 4, 2017, 12:47 PM IST
ગુરમીત રામ રહીમ અને તેની કહેવાતી દીકરી હનીપ્રીતની હરિયાણા પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. બુધવારે તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે. સાત રાજ્યોની પોસીસ છેલ્લાં 38 દિવસોથી હનીપ્રીતની તપાસમાં હતી. આ દરમિયાન પોલીસ પુછપરછમાં હરિયાણા પોલીસની SITએ હનીપ્રીતની પુછપરછ કરી છે.

હનીપ્રીતને પુછવામાં આવેલા સવાલ

સવાલ 1- રોહતકની સુનારિાય જેલમાંથી બહાર આવ્યા બાદ તું ક્યાં જતી રહી હતી ?
જવાબ- હું ખુબજ ડરી ગઇ હતી. તેથી મારા માતા-પિતા પાસે જતી રહી હતી.

સવાલ 2- જ્યારે તુ છુપાયેલી હતી ત્યારે તારી પાસે કેટલાંક ઇન્ટરનેશનલ નંબરનાં સિમ કાર્ડ હતા. જેનો તે ઉપયોગ કર્યો છે ? આ નંબર તને કોને આપ્યો ? અને કોના કહેવા પર તે ઇન્ટરનેશનલ નંબરો દ્વારા ફોન પર વાતચીત કરી હતી ?
જવાબ- તે ચૂપ રહી

સવાલ 3- અમારી પાસે ચોક્કસ જાણકારી છે તું ઇન્ટરનેશનલ નંબરોથી જ વ્હોટ્સએપ કોલ કરતી હતી ?
જવાબ- તે ચૂપ રહી

સવાલ 4- તુ છેલ્લાં 29 દિવસોથી ગૂમ હતી તો આ દરમિયાન તે સિંપલ કોલિંગ નહીં, વ્હોટ્સએપ કોલિંગ કરી અને આ તમામ તે પોલીસથી બચવા માટે કર્યુ આવું કરવા માટે તને કોણે કહ્યું હતું ?
જવાબ- મે એવું કંઇ જ નથી કર્યું

સવાલ 5- તું છેલ્લાં 38 દિવસોથી આદિત્ય ઇંસા, પવન ઇંસા અને અન્ય કેટલાંક લોકો સાથે વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં છે?
જવાબ- ના એવું કંઇ નથી

સવાલ 5- પવન ઇંસા અને આદિત્ય ઇંસા સાથે છેલ્લે તારે ક્યારે વાત થઇ હતી ?
જવાબ- 25 ઓગષ્ટે છેલ્લે અમારી વાત થઇ હતી. અને મે છેલ્લે તેમનાં પિતાજીને જેલ જવા અને મારા રોહતકની સુનારિયા જેલથી સિરસા પરત આવવા વિશે માહિતી આપી હતી.

સવાલ 6- હાલમાં પવન ઇંસા અને આદિત્યા ઇંસ કહ્યાં છે અને તેમનાં અંગે તારી પાસે શું માહિતી છે ?
જવાબ- મારી પાસે કોઇ જ માહિતી નથી કે તે બંને હાલમાં ક્યાં છે. અને 25 ઓગષ્ટની રાત બાદ મારી તેમની સાથે કોઇ જ વાત થઇ નથી.

સવાલ 7- પંચકૂલામાં રમખાણ કરાવવામાં ડેરાનાં 45 મેમ્બર્સની કમીટીનાં લોકોનો શું રોલ હતો ?
જવાબ- મારી પાસે આ અંગે કોઇ જ માહિતી નથી. હું ડેરાની મેનેજમેન્ટનું કોઇ જ કામ સંભાળતી નહતી. હું ફક્ત પિતાજી અને મારી ફિલ્મોની એક્ટિંગ અને ડિરેક્સન પર કામ કરતી હતી.

સવાલ 9- ગુરમીત રામ રહીમનો પંચકુલામાં રમખાણ કરાવવામાં શું રોલ હતો ?
જવાબ- મારી પાસે આ અંગે કોઇ જ જાણકારી નથી અને ન મારી સામે પિતાજીએ ક્યારેય કોઇ આવું પ્લાનિંગ કર્યુ છે કે પંચકુલામાં રમખાણ કરાવવાનાં છે.

સવાલ 10- પંચકૂલામાં રમખાણ કરાવવામાં અહમ ભૂમિકા કોની હતી ?
જવાબ- તે અંગે મારી પાસે કોઇ જ માહિતી નથી.

સવાલ 11- પંચકૂલામાં રમખાણ કરાવવાં કેટલાં રૂપિયા મોકલવામાં આવ્યા હતા ?
જવાબ- તે અંગે મારી પાસે કોઇ જ માહિતી નથી.

સવાલ 12- જો તારી પાસે રમખાણ કરાવવાં અંગે કોઇ જ માહિતી નથી તો તુ પોલીસથી કેમ નાસતી હતી. અને ડિપ્રેશનમાં હતી ત્યારે તે પોલીસ સામે પહેલાં સરેન્ડર કેમ ન કર્યું ?
જવાબ- તે ચૂપ રહી

સવાલ 13- તને પોલીસની રેડ પહેલાં જ કોણ તેની માહિતી આપતું હતું કે પોલીસ તને પકડવા આવી રહી છે અને તું પહેલેથી જ ત્યાંથી ભાગી જતી હતી ?
જવાબ- તે ચૂપ રહી

સવાલ 14- જો તને રેડની જાણકારી પહેલાં નહોતી મળી તો બાડમેર, શ્રીગંગાનગર, ગુરુસર મોડિયા ઉદયપૂર, ઉત્તરપ્રદેશ, દિલ્લી, ગુરુગ્રામમાં રેડનાં થોડા સમય પહેલાં જ તું કેવી રીતે ફરાર થવામાં કામિયાબ થઇ ?
જવાબ- હું ક્યાંય ભાગી નથી. અને ન મને પોલીસની રેડ અંગે કોઇ માહિતી મળતી નથી અને હું ક્યારેય આવી કોઇ જગ્યાએ રોકાઇ જ નથી. હું ભડિંગામાં મારી સેવાદર સુખદીપ કૌરનાં ઘરમાં રોકાઇ હતી.

સવાલ 15- શું તને પોલીસની રેડ અંગે જાણકારી કોના દ્વારા મળતી હતી ?
જવાબ- મને આવી કોઇ જ માહિતી મળતી ન હતી. કે ન હું કોઇ વ્યક્તિનાં સંપર્કમાં હતી.

સવાલ 16- તે કહ્યું કે તું ભટિંડામાં છુપાયેલી હતી તને છુપાવીને રાખવામાં ગુરમીત રામ રહીમનાં સંબંધી કોંગ્રેસનાં નેતા હરમિંદર સિંહ જસ્સીએ શું મદદ કરી ? શું તુ પણ ક્યારેય VIP ગાડીમાં બેસીને તેને મળવા ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે ભાગવામાં કામયાબ થઇ હતી ?
જવાબ- 25 ઓગષ્ટ પછી હું હરમિંદર સિંહ જસ્સીથી મળી નથી. કે ન તેમણે મને છુપાવવામાં મદદ કરી નથી.

સવાલ 17- જો હરમિંદર સિંહ જસ્સીએ તને મદદ નથી કરી તો તે 21 સ્પટેમ્બરનાં જ્યારે અમે રાજસ્થાન પોલીસ સાથે ગુરુસર મોડિયામાં રેડ પાડી ત્યારે ત્યાં તેમની સિક્યોરિટી શું કરતી હતી?
જવાબ- તે ચૂપ રહી.

સવાલ 18- અમારી પાસે જાણકારી છે કે તું રેડનાં થોડા સમય પહેલાં જ તેની પર્સનલ કારનો ઉપયોગ કરીને ભાગી ગઇ હતી ?
જવાબ- તે ચૂપ રહી
First published: October 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर