Home /News /crime /અંબાજી ભોજનાલયમાં બાથરૂમ જવાનું કહી પ્રવેશેલા શખ્સની લાશ મળી

અંબાજી ભોજનાલયમાં બાથરૂમ જવાનું કહી પ્રવેશેલા શખ્સની લાશ મળી

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલીત અંબીકા ભોજનાલયમાં એક અજાણ્યાં પુરૂષનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલીત અંબીકા ભોજનાલયમાં એક અજાણ્યાં પુરૂષનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

  • Web18
  • Last Updated :
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલીત અંબીકા ભોજનાલયમાં એક અજાણ્યાં પુરૂષનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અંબીકા ભોજનાલયમાં પે એન્ડ યુઝ શૌચાલય પાસે કોઇ અજાણ્યા શખ્સનો મૃતદેહ પડેલો જોવા મળતાં ભોજનાલયના મેનેજર દ્વારા અંબાજી પોલીસ જાણ કરાઇ હતી. જોકે આ ઘટના ગત્ત રાત્રીના 11.30 વાગ્યાના સુમારે બન્યુ હોવાનું જાણવાં મળેલ છે.

આમ તો અંબીકા ભોજનાલય રાત્રી ના 10.30 કલાકે સંપુર્ણ બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાં કોઇ અજાણ્યાં શખ્સે 11.15 કલાકે બાથરૂમ જવું છે. તેમ કહીં અંદર પ્રવેશેલ પણ પરત ન નિકળતાં સિક્યુરીટી ગાર્ડના જવાનો તપાસ કરતાં બાથરૂમ આગળ આ વ્યક્તીનો મૃર્તદેહ પડેલો જોઇ ગભરાઇ ગયા હતા.

અંબાજી પોલીસને જાણ કરતા પોલીસે આજે સવારે આ બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમીયાન મરનાર પાસેથી કોઇ જ નામ સરનામું મળી ન આવતાં અજાણ્યાં શખ્સની મોત બાબતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અંબાજી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અકસ્માત, ક્રાઇમ, ગુનો, મોત, યુવક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन