એમેઝોન કંપનીમાં કામ કરતા ડિલિવરીમેનનો આપઘાત

Parthesh Nair | News18
Updated: December 28, 2015, 4:24 PM IST
એમેઝોન કંપનીમાં કામ કરતા ડિલિવરીમેનનો આપઘાત
સુરત# સુરતના પુણા વિસ્તારમાં આવેલી એમેઝોન કંપનીમાં ડિલિવરીમેન તરીકે કામ કરનાર યુવાન પર ચોરીનો ખોટો આક્ષેપ મુકી તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. આટલું ઓછુ હોય તેમ યુવાનને ફોન કરી મારી નાંખવાની ધમકી આપતા યુવાને તણાવમાં આવી પોતાના જ ઘરમાં અગ્નિસ્થાન કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરત# સુરતના પુણા વિસ્તારમાં આવેલી એમેઝોન કંપનીમાં ડિલિવરીમેન તરીકે કામ કરનાર યુવાન પર ચોરીનો ખોટો આક્ષેપ મુકી તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. આટલું ઓછુ હોય તેમ યુવાનને ફોન કરી મારી નાંખવાની ધમકી આપતા યુવાને તણાવમાં આવી પોતાના જ ઘરમાં અગ્નિસ્થાન કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

  • News18
  • Last Updated: December 28, 2015, 4:24 PM IST
  • Share this:
સુરત# સુરતના પુણા વિસ્તારમાં આવેલી એમેઝોન કંપનીમાં ડિલિવરીમેન તરીકે કામ કરનાર યુવાન પર ચોરીનો ખોટો આક્ષેપ મુકી તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. આટલું ઓછુ હોય તેમ યુવાનને ફોન કરી મારી નાંખવાની ધમકી આપતા યુવાને તણાવમાં આવી પોતાના જ ઘરમાં અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતના લિંબાયત વિસ્તારની રત્નાપ્રભા સોસાયટીમાં રહેતો 20 વર્ષિય અનુપ પાઠક પુણા વિસ્તારમાં આવેલી એમેઝોન નામની કંપનીમાં ડિલિવરીમેન તરીકે ફરજ બજાવતો હતો. દરમિયાન તે ઉધના સ્થિત એક ઓફિસમાં મોબાઇલની ડિલિવરી આપવા ગયો હતો. જો કે, બીજા દિવસે ગ્રાહકે મોબાઇલ બીજી કંપનીનો આવી ગયો હોવાનું જણાવતા મોબાઇલ લઇ જવા માટે જણાવ્યું હતુ. ત્યારે એક યુવાન મોઢે રૂમાલ બાંધી તેમના આ મોબાઇલની ડિલિવરી પરત લઇ ગયો હતો. જો કે, તે મોબાઇલ કંપનીમાં જમા થયો ન હતો.

જેથી કંપનીના મેનેજર નિતેશ ત્રિપાઠી તથા પવન છવને અનુપને મોબાઇલ જમા કરાવવા કહ્યું હતુ. જો કે, અનુપએ પોતે મોબાઇલની ડિલિવરી લીધી ન હોવાનું જણાવ્યું હતુ. જેથી કંપનીના મેનેજરે તેના પર ચોરીનો આરોપ મુકી મોબાઇલના રૂપિયા આપવા માટે જણાવ્યું હતુ. જો કે, અનુપે મોબાઇલ લીધો ન હોવાનું જણાવતા તેને કંપનીમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો.

બાદમાં અનુપએ બીજી કંપનીમાં નોકરી મેળવી લીધી હતી. ત્યા પણ નિતેશ અને પવન દ્વારા તેના મોબાઇલ પર વારંવાર ફોન કરી તેને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. આખરે મેનેજરની ધમકીથી કંટાળી જઇ અનુપ નાસીપાસ થઇ ગયો હતો. સોમવારે સવારે અનુપે પોતાના જ ઘરમાં કેરોસીન છાંટી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ લિંબાયત પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: December 28, 2015, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading