Home /News /crime /હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

અલવરમાં હચમચાવી દેતી ધટના

Horrific crime incident in alwarબાદમાં : અલવર જિલ્લામાં એક હચમચાવી દેતી ખૌફનાક ઘટના સામે આવી છે. આ ઘટના તાલિબાની વિચારધારા ધરાવતા એક યુવકની છે. તેની પત્નીએ ઘૂંઘટ ન કાઢવા પર તે ગુસ્સે ભરાયો હતો અને તેનાં ગુસ્સાનો ભોગ તેની ત્રણ વર્ષની માસૂમ દીકરી બની. તેણે બાળકીને માતાનાં હાથમાંથી છીનવી તેને જમીન પર પટકી મારી હતી. જેનાંથી માસૂમનું મોત થઇ ગયુ હતું.

વધુ જુઓ ...
રાજેન્દ્ર પ્રસાદ શર્મા/ અલવર: રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં બહરોડ વિસ્તારમાં એક યુવકની તાલિબાની વિચારધારા (Taliban Thought) સામે આવ્યો છે. અહીં યુવકે પત્નીએ ઘૂંઘટ ન કાઢવાને કારણે ગુસ્સે ભરાઇને ત્રણ વર્ષની માસૂમ દીકરી (Innocent Daughter)ને પટકીને મારી. જેને કારણે બાળકીનું મોત થઇ ગયું. આ તાલિબાની વિચારનો અહીં જ અંત નથી આવતો. પરિવારે બાદમાં ગુપચુપ દીકરીનાં અંતિમ સંસ્કાર કરી દીધા. જે બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો.આ સંબંધે પત્નીએ પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. જે બાદ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી આરોપી પિતાનો કોઇ જ સુરાગ હાથ લાગ્યો નથી. પોલીસ તેમની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

બહરોડ થાના અધિકારી પ્રેમ પ્રકાશે આ અંગે માહિતી આપી છે કે, આ હચમાચાવી નાખનાર ખૌફનાક ઘટના (Horrific crime incident in alwar) ગાદોજ ગામમાં મંગળવારે બની હતી. આ ઘટનામાં મોનિકા યાદવે રિપોર્ટ દાખલ કરાવ્યો ચે. મોનિકાએ તેની રિપોર્ટમાં જણાવ્યું કે, તેનો પતિ પ્રદીપ યાદવે તેને ઘૂંઘટ ન કાઢવા બદલ નારાજ થઇ ગયો હતો અને તેણે પત્ની મોનિકા સાથે મારઝૂડ કરી હતી. બાદમાં ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીને પત્ની મોનિકાનાં ખોળામાંથી છીનવી તેને જીમન પર પટકી હતી. જેમાં દીકરીનું ઘટના સ્થળે મોત થઇ ગયુ હતું. આ ઘટના બાદ પ્રદીપ યાદવ ઘટના સ્થળેથી ફરાર છે.

આ પણ વાંચો-સેક્સ માણવાથી મને તાકાત મળે છે, 3 ગોલ્ડ જીતનારી એથલેટનો દાવો

પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં લાગી- પોલીસ અનુસાર આ કેસ અહીં જ નથી અટક્યો. પણ આોપી પ્રદીપ યાદવે ગુપચુપમાં માસૂમ બાળકીનાં અંતિમ સંસ્કાર કરી દીધા. મોનિકા તરફથી દાખલ કરાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ જ્યાં આરોપી પ્રદીપ યાદવની તપાસમાં લાગી છે. ત્યાંથી તે પણ તપાસ થઇ રહી છે કે, માસૂમ બાળકીનાં અંતિમ સંસ્કારમાં કોણ કોણ શામેલ થયું હતું. અને તેમનાં વિરુદ્ધ પણ કેસ કરવામાં આવશે. દીકરીનાં મોત બાદ માતા મોનિકા આઘાતમાં છે. તો જે કોઇ પણ આ ઘટના વિશે વાત કરે છે તે સૌ કોઇ સ્તબ્ધ છે.
First published:

Tags: Alwar Crime, Father kills three year daughter, Horrific crime