પોરબંદરઃદારૂ પરમીટ માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા,6 સામે ફરિયાદ

પોરબંદરઃ પોરબંદરમાં બોગસ દસ્તાવેજો દ્વારા જમીન મકાન પડાવવાના બનાવો બને છે પરંતુ હવે બોગસ દસ્તાવેજો દ્વારા દારુની પરમીટો પણ મેળવાતી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જેમાં એક મહિલા સહિત અડધો ડઝન શખ્સોએ લીવીંગ સર્ટીમાં ખોટી જન્મ તારીખ દર્શાવીને દારુની પરમીટો મેળવી લીધાનુ બહાર આવતા બે વર્ષ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
પોરબંદરઃ પોરબંદરમાં બોગસ દસ્તાવેજો દ્વારા જમીન મકાન પડાવવાના બનાવો બને છે પરંતુ હવે બોગસ દસ્તાવેજો દ્વારા દારુની પરમીટો પણ મેળવાતી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જેમાં એક મહિલા સહિત અડધો ડઝન શખ્સોએ લીવીંગ સર્ટીમાં ખોટી જન્મ તારીખ દર્શાવીને દારુની પરમીટો મેળવી લીધાનુ બહાર આવતા બે વર્ષ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર નશાબંધી અને આબકારી ખાતાના ઈન્ચાર્જ સબ ઈન્સપેક્ટર જયેશ મહેસુરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે નિર્મલા ધરમશી,નવઘણ રાણાવાયા,હર્ષિત જુંગી સહિતના છ શખ્સોએ દારુની પરમીટ કઢાવવા માટે રજુ કરેલ લીવીંગ સર્ટીમાં પોતાની જન્મતારીખ ખોટી બતાવી બોગસ દસ્તાવેજો બનાવી દારુની પરમીટો મેળવી છે. જેથી મહિલા સહિતના અડધો ડઝન શખ્સો સામે કલમ 465,467,468 અને 471 મુજબનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરાતા પોરબંદરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
First published: