નવી દિલ્હીઃ AIIMS (ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના એક 34 વર્ષીય ડોક્ટરે દક્ષિણ દિલ્હીના હૌઝ ખાન ખાતે આવેલા એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ડોક્ટરની ઓળખ મનિષ શર્મા તરીકે કરવામાં આવી છે. ડો. મનિષ રાજસ્થાનના નાગપુરનો વતની હતો. પત્ની સાથે ઝઘડા બાદ ડોક્ટરે આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે.
મંગળવારે હૌઝ ખાન પોલીસ સ્ટેશનને રાત્રે 11.29 વાગ્યે માહિતી મળી હતી કે ગૌતમ નગર ખાતે કોઈએ આપઘાત કરી લીધો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ચોથા માળેથી કૂદી જનાર વ્યક્તિને તેના મિત્રો અને પાડોશીઓ દ્વારા એઇમ્સના ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી હતી કે ડો. મનિષ શર્મા દિલ્હીની એઇમ્સ ખાતે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. મનિષ ડીએમની તૈયારી કરી રહ્યો હતો. મનિષે તુપ્તી ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તુપ્તી ચંદીગઢ પીજીઆઈ ખાતે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવના દિવસે ડો. મનિષનો તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઉગ્ર ઝઘડો થઈ હતી. જે બાદમાં તેણે હાર્ડ ડ્રિંક કર્યું હતું તેમજ અમુક ગોળીઓ ગળી હતી.
ઝઘડા બાદ ડો. મનિષ ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી ગયો હતો જ્યારે તેની પત્નીને પાડોશીઓએ બચાવી લીધી હતી.
ડો. મનિષને AIIMS લઈ જવાયો તે પહેલા જ તેનું મોત થઈ ચુક્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પોસ્ટ મોર્ટમ બાદ ડોક્ટરના મૃતદેહને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર