Home /News /crime /

રિવોલ્વરથી ન ડર્યા, છરાના ઘા ખાઇને પણ પ્રજાના રૂ.1.40કરોડ બચાવ્યા

અમદાવાદ : રીવોલ્વરથી ન ડર્યા, લૂંટારૂઓ છરાના ઘા માર્યા તે પણ ખાઇને પ્રજાની મહામુલી રૂ.1.40 કરોડની રકમ બચાવવા ત્રણ કર્મચારીઓએ પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો હતો. અમદાવાદના શ્રી રેણુકા માતાજી સ્ટેટ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિ.ના અા કર્મચારીઓને સલામ કરીએ તો પણ ઓછી પડે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદ : રીવોલ્વરથી ન ડર્યા, લૂંટારૂઓ છરાના ઘા માર્યા તે પણ ખાઇને પ્રજાની મહામુલી રૂ.1.40 કરોડની રકમ બચાવવા ત્રણ કર્મચારીઓએ પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો હતો. અમદાવાદના શ્રી રેણુકા માતાજી સ્ટેટ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિ.ના અા કર્મચારીઓને સલામ કરીએ તો પણ ઓછી પડે.

વાત જાણે એમ છે કે, આ સોસાયટીની રિલીફ રોડ બ્રાંચથી બાપુનગર મેઇન બ્રાંચમાં રોકડા રૂ.1.40 કરોડ જમા કરાવવા ગાડીમાં ત્રણ કર્મચારી જતા હતા ત્યારે સરસપુરમાં વહોરાના રોજા પાસે બે લુટારુઓએ તેમને આંતર્યા હતા. અને રિવોલ્વર બતાવી ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો અને છરો બતાવી ગાડીમાં બેસી મેમ્કો તરફ લઇ ગયા હતા.

આ દરમિયાન પ્રતિકાર કરતા ભાવેશ ડાભીને લુટારુઓએ છરો માર્યો હતો. બાદમાં આ કર્મચારીઓની હિંમત જોઇને આટલી મોટી રકમ છોડીને તેમણે નાસી જવાનું યોગ્ય માન્યું હતું.  બુધવારે સાંજે ક્રેડિટ સોસાયટીના કર્મચારી મહેન્દ્રભાઈ, રાજુ અને ભાવેશ રિલીફ રોડ પરની બ્રાંચેથી રોકડા 1.40 કરોડ ઈકો ગાડીમાં લઈ બાપુનગર ખાતેની બ્રાંચમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. ત્યારે લૂંટારૂઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, રકમ, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन