એક સપ્તાહમાં અમદાવાદીઓના 1.13 કરોડ તસ્કર-લૂંટારૂઓ લઈ ગયા

અમદાવાદઃએક જ સપ્તાહમાં અમદાવાદીઓની લાખો રૂપિયાની રોકડ, દાગીના અને વાહનો સહિત કુલ 1.13 કરોડની મત્તા તસ્કરો-લૂંટારૂ લઈ ગયા છે. સાત દિવસમાં ચોરી અને લૂંટની બે ડઝન ઘટનાઓ પૈકી માત્ર એક આંબાવાડી પ્રાર્થના વિહાર બંગલોમાં સગીર ઘરઘાટીએ કરેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃએક જ સપ્તાહમાં અમદાવાદીઓની લાખો રૂપિયાની રોકડ, દાગીના અને વાહનો સહિત કુલ 1.13 કરોડની મત્તા તસ્કરો-લૂંટારૂ લઈ ગયા છે. સાત દિવસમાં ચોરી અને લૂંટની બે ડઝન ઘટનાઓ પૈકી માત્ર એક આંબાવાડી પ્રાર્થના વિહાર બંગલોમાં સગીર ઘરઘાટીએ કરેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકી છે.

જયારે અન્ય 23 ગુનાઓનો ભેદ ઉકેલવામાં નિષ્ક્રીય છે.પશ્ચિમ અમદાવાદ હોય કે પૂર્વ અમદાવાદ તસ્કરોએ સાત દિવસમાં 14 ઘરફોડ ચોરી કરી 57.51 લાખની મત્તા ઘરભેગી કરી હોવાની નોંધ પોલીસ ચોપડે કરાઈ છે.કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડીકીમાંથી ચોરી કરવાના અડધો ડઝન બનાવ બન્યા છે.

જયારે ચોર કાર અને એક્ટિવામાંથી 12.90 લાખની મત્તા ચોરી કરી છે.વાહન ચોરીની વાત કરીએ તો 30 લાખની ઓડી કાર સહિત 35 લાખથી વધુના વાહનો ચોર ઉપાડી ગયા છે.અમદાવાદમાં તસ્કરોનો તરખાટ દિવસેને દિવસે વધી રહ્યો છે.તો બીજી તરફ પોલીસ ક્રાઈમ રેટને કંટ્રોલ કરવા ભોગ બનનારની ફરિયાદ લેવાનું ટાળી રહી છે અને આંકડાની માયાજાળ રચી ક્રાઈમ રેટને ઘટાડવા સતત પ્રયત્નશીલ છે.
First published: