અમદાવાદઃ અમદાવાદમાંથી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરનારા કલ્પેશ દંતાણીને પોલીસે ડાકોરથી ઝડપી વધુ પુછપરછ હાથ ધરી છે. બાળકીને લલચાવીને અપહરણ કરી ગયો હતો.
ગઇકાલે વટવા ત્રિકમપુરા ચાર માળીયા ખાતેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જેમાં વટવા જીઆઈડીસી પોલીસે આરોપી કલ્પેશ દંતાણીને ડાકોર થી ઝડપી લીધો હતો. કલ્પેશ મણીનગર ખાતે શાકભાજીની લારી ચલાવે છે. અપહ્યત બાળાને પોલીસે છોડાવી મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું.અપહરણનો હેતુ જાણવા પોલીસે આરોપીની પૂછપરછ આરંભી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર