1.8કરોડની વહેચણીને લઇ તકરાર થતા રવિની સાથીઓ જ હત્યા કરવાના હતા

અમદાવાદઃ અમદાવાદ કૃષ્ણનગરમા ICICI બેન્કના એટીએમથી કેશવાન લઈને 1.8 કરોડની ચોરી કરીને નાસી જનાર રવિ ચૌધરીને ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. રવિ ચૌધરી અને તેના સાગરીતો વચ્ચે પૈસાની વહેંચણી બાબતે તકરાર થતા સાગરીતોએ હત્યાની કોશીશ કરી હતી. જેથી જીવ બચાવવા રવિ નાસ્યો હતો અને ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો હતો. રવિ પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ મળી આવ્યા છે. જયારે કરોડો રૂપિયા લઈને તેના સાગરીતો ફરાર થઈ ગયા છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

અમદાવાદમા કૃષ્ણનગરમા ફિલ્મી ઢબે કેશવાનનો ડ્રાઈવરે કરેલી 1.8 કરોડની ચોરીમા ચૌંકાવનાર ખૂલાસો થયો છે. રવિ ચૌધરી CMS કપંનીમા રૂ .10 હજારના પગારમા નોકરી કરતો હતો. પરંતુ કેશવાનમા કરોડોના ટ્રાન્જેકશનથી રવિના મનમા લાલચ આવી હતી. અને રવિએ મોહમંદ નામના રખિયાલના મિત્ર સાથે મળીને લૂંટનુ ષડયંત્ર રચ્યુ હતું.

આ કાવતરા માટે તેણે ત્રણ મિત્રો મોહમંદ નોમન શેખ, રફીક ઉર્ફે મુન્નો સમા અને રાજન મારવાડીને તૈયાર કર્યા હતા અને ત્યાર બાદ કૃષ્ણનગરમા કરોડોની રોકડ ચોરીને એક કારમા નાસી છુટયા હતા. તેઓ સોરાષ્ટ્ર તરફ નીકળી ગયા હતા અને મુન્નો તેના વતન બોટાદના ગઢડા ખાતે લઈ ગયો હતો.

રવિ ચૌધરીએ પોલીસથી બચવા માટે મુડન કરાવ્યુ હતું. પરંતુ તેને પોલીસ નહિ પરંતુ તેના બે મિત્રોથી જોખમ હતો. કારણ કે મોહમંદ નોમન અને મુન્નાએ રવિ અને રાજનની હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. આરોપીઓ વચ્ચે પૈસાની વહેંચણી બાબતે તકરાર થતા  નોમન અને મુન્નાએ હુમલો કરી દીધો હતો.

જેથી રવિ અને રાજન નાસી છૂટયા હતા. રવિના હાથમા ઈજાના નિશાન મળી આવ્યા છે. આ દરમ્યાન રવિ રખિયાલ પહોંચતા ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.

કરોડોની લાલચે રવિ ચૌધરીને ગુનેગાર બનાવી દીધો છે. રવિ અને તેના ત્રણ મિત્રોએ ઘનશ્યામની વાડીએ ચોરીની સફળતા માટે દારૂની પાર્ટી મનાવી હતી. પરંતુ પાર્ટી પાછળ રવિ અને રાજનની હત્યાનુ ષડયંત્ર હોવાનો ખુલાસો થયો હતો. રવિ પાસેથી એક પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા છે.

જયારે નોમન અને મુન્નો કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.જયારે રાજન હજુ લાપતા છે. કરોડોની ચોરીના કેસમા રવિ ચૌધરી સહિત ત્રણેય  આરોપીઓની ઓળખ છતી તો થઈ પંરતુ કરોડો રૂપિયા કયા છે તે સવાલ હજુ પણ છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી રાજન, નોમન અને મુન્નાની શોધખોળ શરૂ કરી છે.

કેશવાને લૂંટવાનો માસ્ટર માઈન્ડ રવિ ચૌધરી હતો.પંરતુ લૂંટનુ મિશન ઘડવા પાછળ મોહમંદ નોમનનો હાથ હતો. નોમન હિસ્ટ્રશીટર છે.2001 અને 2010મા બાપુનગરમા વાહન ચોરી અને ચેઈન સ્નેચીંગમા ઝડપાઈ ગયો છે.જયારે મુન્નો પણ ચોરીના ગુનામા નિકોલમા ઝડપાયો છે.જયારે ગઢડામા મારામારીના કેસમા વોન્ટેડ છે.  નોમન ગેરેજમા કામ કરતો હોવાથી ગાડીની વ્યવસ્થા કરી.જયારે મુન્નાએ દારૂની મહેફીલની વ્યવસ્થા કરી હતી. આ કેસમા વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ મોટા ખુલાસા થાય તેવી શકયતા ક્રાઈમ બ્રાંચે વ્યકત કરી છે.
First published: