અફઘાનિસ્તાન સંસદ પર હુમલો કરનારા છ આત્મઘાતી આતંકવાદી ઠાર મરાયા

Haresh Suthar | News18
Updated: June 22, 2015, 3:07 PM IST
અફઘાનિસ્તાન સંસદ પર હુમલો કરનારા છ આત્મઘાતી આતંકવાદી ઠાર મરાયા
અફઘાનિસ્તાનની સંસદ પર આજે બપોરે આત્મઘાતી હુમલો કરનારા તાલિબાની છ આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓના જવાનોએ ઠાર માર્યા છે.

અફઘાનિસ્તાનની સંસદ પર આજે બપોરે આત્મઘાતી હુમલો કરનારા તાલિબાની છ આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓના જવાનોએ ઠાર માર્યા છે.

  • News18
  • Last Updated: June 22, 2015, 3:07 PM IST
  • Share this:
કાબુલ # અફઘાનિસ્તાનની સંસદ પર આજે બપોરે આત્મઘાતી હુમલો કરનારા તાલિબાની છ આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓના જવાનોએ ઠાર માર્યા છે.

અફઘાનિસ્તાનની સસંદ પર આજે બપોરે તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કરતાં એક પછી એક નવ જેટલા બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. સંસદના મુખ્ય પ્રવેશદ્વાર બહાર પ્રથમ વિસ્ફોટ કરી આતંકીઓ અંદર પ્રવેશ્યા હતા ત્યાર પછી એક પછી એક નવ જેટલા મોટા વિસ્ફોટ કરાયા હતા. જેમાં 21 જેટલા વ્યક્તિઓ ઘવાયા હતા. જોકે સત્વરે પરિસ્થિતિને કાબુમાં લેતાં સુરક્ષા જવાનોએ સંસદમાં ઘૂસી આવેલા છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

અહીં નોંધનિય છે કે, સંસદની કાર્યવાહી ચાલુ હતી એવા સમયે આ હુમલો કરાયો હતો. હુમલાને પગલે અહીં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે સુરક્ષા જવાનોએ અંદર ફસાયેલા નેતાઓ, પત્રકારો સહિતને સુરક્ષિત બહાર કાઢ્યા હતા તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રીને નિશાન બનાવવા માટે આ આત્મઘાતી હુમલો કરાયો હોવાનું બહાર આવી રહ્યું છે.
First published: June 22, 2015, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading