લઘુશંકાના બહાને પોલીસ કસ્ટડીમાંથી લૂંટના ત્રણ આરોપી ફરાર

છોટાઉદેપુરઃછોટા ઉદેપુરના ક્વાટમાં પોલીસ કસ્ટડીમાંથી લઘુશંકાના બહાને પોલીસ કસ્ટડીમાંથી લૂંટના ત્રણ આરોપી ફરાર થતા ચકચાર મચી છે. જયેશ જગનભાઈ રાઠવા,પ્રવિણ નવલસિંઘ રાઠવા અને અમરસિંઘ ઉર્ફે હટિયાભાઈ રાઠવા પોલીસને થાપ આપી નાસી છુટતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુરઃછોટા ઉદેપુરના ક્વાટમાં પોલીસ કસ્ટડીમાંથી લઘુશંકાના બહાને પોલીસ કસ્ટડીમાંથી લૂંટના ત્રણ આરોપી ફરાર થતા ચકચાર મચી છે. જયેશ જગનભાઈ રાઠવા,પ્રવિણ નવલસિંઘ રાઠવા અને અમરસિંઘ ઉર્ફે હટિયાભાઈ રાઠવા પોલીસને થાપ આપી નાસી છુટતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.

છોટાદેપુર જિલ્લાના કવાંટ પોલીસ મથકમાથી ચોરી લુંટ અને ધાડના 22 થી વધુ ગુનાઓને અંજામ આપનાર ખતરનાક વિષ્ણુ ગેંગના ત્રણેય ફરાર આરોપીઓ સામે પોલીસ મથકમા જ 224 અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.

પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામના વિષ્ણુ રાઠવાની
ગેંગના મુખ્ય સુત્રધાર જયેશ રાઠવાને પણ ગત 25 સપ્ટેમ્બરના જિલ્લા એલસીબીએ દેશી બનાવટની માઉઝ્ર પીસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા જયેશ રાઠવા અને તેના સાગરીતોએ વિવિધ ઠેકાણે ચોરી,લૂંટના ગુના આચર્યા હતા.
પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાને જાનથી મારી નાંખવાની ધમકી સહિત 22 જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. જેમા એક વર્ષ પહેલા કવાંટના આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી રુપિયા 4 લાખની લુંટ સહિત કવાંટ તાલુકામા અન્ય આઠથી દસ જેટલા ગંભીર ગુનાઓમા તેની સંડોવણીને લઈ કવાંટ પોલીસ મથક મા ટ્રાન્સફર વોરંટથી લઈ જવાયા હતા.
આજે વહેલી સવારે પોલીસ મથકની કસ્ટડીમા પાણી આવતુ ન હોવાથી એક સાથે ત્રણ જણે કુદરતી હાજત માટે પોલીસ મથક ના અન્ય ટોઈલેટમા જવા દેવાનુ ફરજ ઉપરના પીએસઓને જણાવતા પીએસઓ મનુભાઈ પરમારે તેમને પોલીસ મથકના ઉપલા માળે આવેલ ટોઈલેટમા જવા માટે કસ્ટડી
માથી બહાર કાઢતા મોકો જોઈ એક નાસી છુટ્યો હતો જેને
પકડવા માટે અન્ય બે આરોપીઓ પણ નાસી છુટવામા સફળ
રહ્યા હતા.
, નાસી છુટેલા આરોપી ઓ મા (1) જયેશ જગન રાઠવા , રહે , પાણીબાર તા,પાવીજેતપુર ,(2) અમર્સિંગ ઉર્ફે ભાગડુ હટિયા રાઠવા , રહે; હાથી ખાન , તા; કવાંટ (3) પ્રવીણ નવસિંગ રાઠવા, રહે, નાંખલ ,તા: કવાંટ નો સમાવેશ થાય છે.
First published: