Home /News /crime /

બોટાદઃસિમેન્ટ ફેક્ટરી માલિકના અપહરણનો પ્રયાસ,4 જણા ઝબ્બે

બોટાદઃસિમેન્ટ ફેક્ટરી માલિકના અપહરણનો પ્રયાસ,4 જણા ઝબ્બે

બોટાદઃ બોટાદ જિલ્લાના બરવાળાના નાવડા રોડ પર અક્ષર સિમેન્ટ પ્રોડક્ટના માલિકને ત્યાં ૪ મુસ્લિમ શખ્સો ટાટાસુમોમાં આવી છરી બતાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે બુમાબુમ થતા અપહરણ કરનાર લોકો ગાડી મૂકી નાસી છુટ્યા હતા. પોલીસે તેમને ગણતરીના કલાકોમાં ઝડપી જેલ હવાલે કર્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
બોટાદઃ બોટાદ જિલ્લાના બરવાળાના નાવડા રોડ પર  અક્ષર સિમેન્ટ પ્રોડક્ટના માલિકને ત્યાં ૪ મુસ્લિમ શખ્સો ટાટાસુમોમાં આવી છરી બતાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે બુમાબુમ થતા અપહરણ કરનાર લોકો ગાડી મૂકી નાસી છુટ્યા હતા. પોલીસે તેમને ગણતરીના કલાકોમાં ઝડપી જેલ હવાલે કર્યા હતા.

બોટાદ જિલાના બરવાળાના નાવડા રોડ પર  અરવિંદભાઈ પ્રજાપતીની અક્ષર સિમેન્ટ પ્રોડક્ટનું કારખાનું આવેલ છે.જ્યાં સાંજના સમયે અરવિંદભાઈ ત્યાં હાજર હોય ત્યારે ટાટાસુમો ગાડી નંબર જીજે.-૪-જી ૧૩૨૪ લઈને આસિફ હબીબ દેસાણી,ઇલીયાસ દીલાવરભાઈ મેમણ,સાકીર આરીફભાઈ મેમણ અને સબ્બીર દાદભાઈ(રે. તમામ ધધુકા વાળા) ત્યાં આવેલ અને અરવિંદભાઈને કહેલ કે અમારે સીમેન્ટના બેલા લેવા છે તેમ કહી ભાવ નક્કી કરેલ.

પછી આ ચાર લોકો બહાર આવેલ અને પ્લાન રચી અચાનક ઓંફીસમાં છરી અને અન્ય હથિયાર સાથે આવી અરવિંદને ધાકધમકી આપી હતી. અને રૂપિયાની માંગણી કરી દોરડા વડે બાંધવાની કોશિશ કરી હતી .જોકે અરવિંદ ભાઈ હિમત રાખી બુમાબુમ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવતા આ ૪ આરોપી પોતાની ટાટાસુમો મૂકી નાસી ગયા હતા.અને બરવાળા પોલીસ માં ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી.

આ ચાર આરોપી પોતાની ટાટાસુમો મૂકી નાસી છુટીયા  હતા .ત્યારે આ ટાટાસુમો ગાડી માં પોલીસ લખેલું હતું .જોકે બરવાળા પોલીસે આ તમામ આરોપી ને ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યા હતા. હાલ આ આરોપી પાસેથી પોલીસ લખેલી આ ટાટાસુમો ગાડી ક્યાંથી લાવ્યા અને અન્ય કોય આરોપી આમાં સામેલ છે કે નહિ તે અગેની તપાસ હાથ ધરી છે
First published:

Tags: અપહરણ, કાર, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`, વેપારી

આગામી સમાચાર