Home /News /crime /

પતિને તરછોડી પ્રેમીને પરણી,વારસ માગતાં બહેનના દીકરાનું કર્યું અપહરણ

પતિને તરછોડી પ્રેમીને પરણી,વારસ માગતાં બહેનના દીકરાનું કર્યું અપહરણ

ભરૂચઃ ભરૂચમાં પુત્ર ઘેલછામાં મહિલાએ સગી બહેનના ૧૦ માસના દીકરાનું અપહરણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સપ્તાહથી બાળકને લઇ ફરાર માસીને તેના પતિ સાથે દમણમાંથી ઝડપી પાડી અપહૃત બાળકને મુક્ત કરાવાયો છે. અને દંપતીને બી ડીવીઝન પોલીસમાં લવાયા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચમાં પુત્ર ઘેલછામાં મહિલાએ સગી બહેનના ૧૦ માસના દીકરાનું અપહરણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સપ્તાહથી બાળકને લઇ ફરાર માસીને તેના પતિ સાથે દમણમાંથી ઝડપી પાડી અપહૃત બાળકને મુક્ત કરાવાયો છે. અને દંપતીને બી ડીવીઝન પોલીસમાં લવાયા હતા.

ભરૂચમાં રોજગારી માટે યુપીથી આવેલા રમેશપાલની પરણિત યુવતી સોનલ સાથે આંખો મળી જતા સોનલે પતિ સોમચંદ્રને છોડી પ્રેમી સાથે ફૂલહાર કરી લીધા હતા. ૨ પુત્ર અને એક પુત્રીની માતા સોનલે બે પુત્રોની જવાબદારી સોમચંદ્રને સોપી દીકરીની જવાબદારી પોતે સ્વીકારી હતી.

પહેલા પતિ સાથે ત્રણ બાળકો હોવાથી મહિલાએ ત્રીજા સંતાનના જન્મ બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી નાખ્યું હતું. લગ્ન બાદ રમેશપાલે પુત્ર માટે પત્નીને દબાણ આપવાનું શરુ કર્યું હતું. કોઈપણ ભોગે વારસ માંગનાર રમેશપાલની જીદ સંતોષવા અસમર્થ સોનલ જાણતી હતી કે તે ગર્ભવતી બની શકે તેમ નથી. પરંતુ પતિની જીદ પૂરી કરવા તેણે એક ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતો.

સગી બહેન છની માસ્તરના દશ માસના પુત્રને ૨૬ જુને રમાડવાના બહાને લઈ જઈ સોનલ પતિ સાથે બાળકનું અપહરણ કરી રફુચક્કર થઇ ગઈ હતી. છની બહેન તેનો પુત્ર સગી બહેન પાસે જ હોવાથી રાત સુધી નિશ્ચિંત રહી હતી. પરંતુ સોનલના ઘરે તાળું અને તેનો પતિ અને બાળક ગાયબ જણાતા મહિલાએ પોલીસ સમક્ષ બહેન દ્વારા પુત્રના અપહરણની આશંકા વ્યક્ત કરતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અપહરણકાર દંપતી અને અપહૃત બાળકની શોધખોળ શરુ કરી હતી.

ભરૂચ બી ડીવીઝન પોલીસે અપહરણના મામલામાં તપાસ શરુ કરી રમેશપાલના યુપી સ્થિત પરિવારનો સંપર્ક સાધી તે હાલમાં દમણમાં હોવાનું શોધી કાઢ્યું હતું. બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કરી દમણમાં દંપતીને શોધી કાઢી પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી અપહરણકર દંપતીની ધરપકડ કરી છે.

ગુનાનો ભેદ ઉકેલી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગુનો ખંડણીના ઈરાદે નહિ પરંતુ ખોળો ખુન્ધનારને પામવાની ઘેલછામાં આચરવામાં આવ્યો છે. દંપતીની ધરપકડ કરી પોલીસે બંનેને જેલ ભેગા કર્યા છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ, પ્રેમલગ્ન, બાળક, વિવાદ, સજા

આગામી સમાચાર