મહેસાણાઃ મહેસાણામાં એક સગીરાને તેના જ ઘરમાં ઘુસીને પડોસીએ અપહરણ કરી જતા મહેસાણા એ ડીવીઝન મથકમાં ત્રણ શખસો સામે પોલીસ ફરીયાદ નોધાઇ છે.
મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષની કિશોરી બપોરના સમયે પોતાના ઘરમાં હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો સોહિલ નામનો એક યુવાન પોતાના 3 મિત્રો સાથે આ સગીરાના ઘેર આવી આ સગીરા નું અપહરણ કરી ગયો હતો.
યુવતીના પરિવારના લોકોએ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી છે. જો કે મહેસાણા પોલીસે સગીરાના પરીવારના લોકોની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે અને આ ફરિયાદમાં મહેસાણા પોલીસે 330,366,114, અને પોસ્કો મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર