ગુરુગ્રામમાં રિક્ષામાં જઇ રહેલી 6 મહિનાની ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ

News18 Gujarati
Updated: May 27, 2018, 10:36 AM IST
ગુરુગ્રામમાં રિક્ષામાં જઇ રહેલી 6 મહિનાની ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ
દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામના માનેસરમાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.

દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામના માનેસરમાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.

  • Share this:
દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામના માનેસરમાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મહિલાએ ઘરે જવા માટે શેરિંગ ઓટો લીધી હતી. પરંતુ મહિલા એકલી હોવાથી રિક્ષા ચાલકે પોતાના બે સાથીઓ સાથે મળીને મહિલા ઉપર ગેંગરેપ કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના 21 મેના દિવસે બની હતી. 6 મહિનાની ગર્ભવતી પીડિતા નિયમિત તપાસ સાથે પોતાના પતિ સાથે સાઇકલ પર એક સ્થાનિક હોસ્પિટલ ગઇ હતી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલથી ઘરે પરત ફરતા સમયે સાઇકલ ઉપર અજુકતું અનુભવાની વાત કરી હતી. જેથી તેના પતિએ તેને ઓટોમાં ઘરે પહોંચવા માટે કહ્યું હતું. આ દરમિયાન તેની પાસે એક શેરિંગ ઓટો આવીને રોકાઇ. આ રીક્ષામાં ચાલક સહિત અન્ય બે યુવકો બેઠા હતા. મહિલા પહેલાથી જ રીક્ષામાં બેઠેલા યુવકોને મુસાફર સમજીને રીક્ષામાં બેશી ગઇ.

અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા પ્રમાણે ઓટોમાં બેઠ્યા પછી રિક્ષા ચાલકે તેને પીવા માટે પાણી આપ્યું જેના પછી મહિલા બેભાન થઇ ગઇ. ત્યારબાદ ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિતા મૂળ બિહારની રેનારી છે અને માનેસર પોતાના પતિ સાથે રહેતી હતી. દંપતીને એક પુત્ર પણ છે. પીડિતા મહિલા અને તેના પતિએ ઘટનાના ચાર દિવસ પછી આ અંગે ફરિયાદ નોંધાવી છે. માનેસરના મહિલા પોલીસ સ્ટેશનએ પીડિત મહિલાનું મેડિકલ તપાસ કરાવ્યા બાદ અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ ફરાર ત્રણ આરોપીઓની શોધખોળમાં લાગી ગઇ છે.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर