Home /News /crime /

ભાવનગરઃબિલ્ડર પરિવારને આપઘાત માટે મજબુર કરનાર 9 આરોપીને 10વર્ષની સજા

ભાવનગરઃબિલ્ડર પરિવારને આપઘાત માટે મજબુર કરનાર 9 આરોપીને 10વર્ષની સજા

ભાવનગરઃ શહેરના સુભાષ નગરમાં રહેતા અને ૨૪-૧૨-૧૯૯૮ના રોજ પત્ની અને માસુમ બાળકીઓને વિસપાન કરાવીને નિમેશ શાહ બિલ્ડરે આપઘાત કરી લીધો હતો. ૧૯૯૮માં મૃતક નિમેશે માથાભારે શખ્સો ઉઘરાણી કરી તેની પત્નીને પણ ઉઠાવી જવાની ધમકી મળી હોવાનું ચર્ચાયું હતું. જો કે ૧૭ વર્ષ પૂર્વે મૃતક નિમેશે તે સમયે ડીએસપીને સ્યુંસાઈડ નોટ આપી હતી. જેને પગલે કુલ ૧૩ લોકો સામે ગુન્હો નોંધાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભાવનગરઃ શહેરના સુભાષ નગરમાં રહેતા અને ૨૪-૧૨-૧૯૯૮ના રોજ પત્ની અને માસુમ બાળકીઓને વિસપાન કરાવીને નિમેશ શાહ બિલ્ડરે આપઘાત કરી લીધો હતો. ૧૯૯૮માં મૃતક નિમેશે માથાભારે શખ્સો ઉઘરાણી કરી તેની પત્નીને પણ ઉઠાવી જવાની ધમકી મળી હોવાનું ચર્ચાયું હતું. જો કે ૧૭ વર્ષ પૂર્વે મૃતક નિમેશે તે સમયે ડીએસપીને સ્યુંસાઈડ નોટ આપી હતી. જેને પગલે કુલ ૧૩ લોકો સામે ગુન્હો નોંધાયો હતો.

bvr 9 saja01

જેની સુનાવણી આજે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થઈ હતી. જજ પટેલ સાહેબે કુલ ૯ લોકોને ૧૦ વર્ષની સજા ફટકારી છે અને એકને નિર્દોષ જાહેર કર્યો હતો. નિમેશ શાહ પર એટલી હદે દબાણ કરવામાં આવ્યું હતું કે તેને પોતાના સમગ્ર પરિવાર સાથે ૧૯૯૮માં શિહોરની વિજય પેલેસ હોટલમાં વિષપાન કર્યું હતું. સમગ્ર શહેર અને ગુજરાતમાં હાહાકાર મચાવનાર કેસના આજે ચુકાદો આવી ગયો હતો. કોર્ટ દ્વારા ગઈ કાલે જજ ૯ શખ્સોને કસુરવાર ઠેરવી દીધા હતા પરંતુ ચુકાદો આજ પર રાખ્યો હતો.

આજે સવારે કોર્ટમાં જજ દ્વારા સમાજમાં કાયદાનું ઉલંઘન કરવાના કિસ્સા વધી ઈર્હ્યા હોવાની પણ ટાંક મારી હતી. સમગ્ર કેસમાં ૧૩મથિ ૩ આરોપીના મોત થતા તેની સમરી ભરવામાં આવી હતી. બાકીના ૯ શખ્સોને ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ જીક્યો છે અને ૨૫ હજારનો દંડ ના ભારે તો ૬ માસ વધુની જેલની સજા ફરમાવી છે નિમેશ શાહે ૧૯૯૮માં પોતાણી સાઈટોના કામ પુરા કરવા માટે અલગ અલગ લોકો પાસેથી પૈસા લીધા હતા.નિમેશ શાહે માથાભારે સખ્સોના પગલે માસુમ બે પુત્રી અને પત્ની સાથે વિષપાન કર્યું હતું.

જેમાં આ માથ્ભારે શખ્સોનો ત્રાસ વધી ગયો હતો અને તેથી તેને વિષપાન કરી સયુંસાઈડ નોટ પણ લખી હતી.આરોપીએ સજાથી બચાવા માટે અલગ અલગ બહાનાઓ ધર્યા હતા છતાં સયું સાઈડ નોટના આધારે કોર્ટે કડક સજા ફટકારી હતી. આજના ચુકાદાના પગલે વ્યાજ વટાવવાનું કામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે .
આરોપી ના નામ
૧) દિગ્વિજયસિંહ હિંમતસિંહ જાડેજા
૨)ભરતસિંહ ટેમ્ભા ગોહિલ
૩)દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા વિક્રમસિંહ ગોહિલ
૪)હરદેવસિંહ મંગળસિંહ ગોહિલ
૫)કાળુભાઈ ભગવાનભાઈ રાઠોડ
૬)માલાભાઈ ભગવાનભાઈ રાઠોડ
૭)પ્રકાશ નંદલાલ શાહ
૮)જેસંગ ભગવાનભાઈ રાઠોડ
૯)ભરત ભગવાનભાઈ રાઠોડ
First published:

Tags: આરોપી`, દોષિત, ભાવનગર, સજા

આગામી સમાચાર