પાનીપત : હરિયાણાના (haryana)પાનીપત (Panipat)જિલ્લાના ડાહર ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા (suicide)કરી લીધી છે. પોલીસના મતે મોત પહેલા વિદ્યાર્થીએ મોબાઇલ પર વીડિયો (video)જોયો હતો અને આ પછી આત્મહત્યા કરી હતી. પુત્રની લટકેલી હાલતમાં લાશ જોઈને માતા-પિતાના હોશ ઉડી ગયા હતા.
સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને ઉતારી હતી. પોલીસના મતે મોત પહેલા વિદ્યાર્થીએ પોતાના માતા પાસે રૂપિયા અને મોબાઇલ ફોન માંગ્યો હતો. થોડાક સમય સુધી તેણે મોબાઇલ પર વીડિયો જોયો હતો. આ પછી વિદ્યાર્થીની માતા ઘરની અંદર ગઈ તો તેણે પુત્રને લટકતી હાલતમાં જોયો હતો. પરિવાર સમજી શક્યો નથી કે આટલી નાની ઉંમરમાં તેમના પુત્રએ આવું પગલું કેમ ભર્યું.
પોલીસે લાશને કબજામાં લઇને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને આપી દીધી છે. પોલીસ મામલાની હકીકત જાણવા લાગી ગઇ છે. પોલીસના મતે ડાહર ગામમાં રહેતો સૌરભ (12) સાતમાં ધોરણમાં ભણતો હતો. તેનો મોટો ભાઈ ગૌરવ નવમાં ધોરણનો વિદ્યાર્થી છે. માતા અંજના ઘરની બહાર બનેલી દુકાનમાં બ્યૂટી પાર્લર સંચાલિત કરે છે. ઘરમાં બે રૂમ છે. એક રૂમ નીચે અને એક રૂમ તેની ઉપર બનેલો છે.
સૌરભ રમીને સાંજે ઘરે પહોંચ્યો હતો અને ઉપરના રૂમમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈને તેણે રૂમ બંધ કરી દીધો હતો. થોડા સમય પછી પરિવારજનો ઉપરની રૂમમાં ગયા તો જોયું કે રૂમનો દરવાજો બંધ છે. દરવાજો તોડીને પરિવારજનો અંદર ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં જોયું તો પુત્ર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
મોક્ષ મેળવવા માટે પતિએ પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો
થોડા દિવસો પહેલા હરિયાણાના (haryana)હિસ્સાર (hisar)જિલ્લામાં કમકમાટીભરી ઘટના સામે આવી હતી. એગ્રોહાના નાનગોથાલા ગામમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના 4 સભ્યોની હત્યા (Murder) કરી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. વિગતો મુજબ ઘરની અંદર પરિવારના 4 સભ્યોના મૃતદેહ લોહીથી લથબથ મળી આવ્યા હતા. ત્યાં જ ઘરનો માલિક રસ્તા પર પડ્યો હતો. આ કેસની માહિતી મળતા જ DIG બલવાનસિંહ રાણા ઘટના સ્થળે દોડી ગયા હતા. બલવાનસિંહ રાણાનું કહેવું છે કે, મકાન માલિકની લેખિત ડાયરી મળી આવી છે. જેમાં મકાન માલિક ધાર્મિક વૃત્તિનો હોવાનું અને મોક્ષ પ્રાપ્તિ માટે જ તેણે પરિવારના બધા સભ્યની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી હોવાના સંકેત મળ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર