શરમજનક ઘટના! દુકાને વસ્તુ લેવા ગયેલી 10 વર્ષની બાળકીને 61 વર્ષના દુકાનદારે પીંખી નાંખી, ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

himachal pradesh crime news: શાહપુર પોલીસ સ્ટેશન (shahpur police station) અંતર્ગત 61 વર્ષીય વ્યક્તિએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો (Old man raped on child) આરોપ છે. પોલીસે પોક્સો અને કલમ 376 અંતર્ગત મામલો દર્જ કરીને આરોપીની ધરપકડ (accused arrested) કરી લીધી છે.

  • Share this:
    કાંગડાઃ હિમાચલ પ્રદેશના (himachal pradesh news) કાંગડા જિલ્લામાં (kangda crime news) એક શર્મનાક ઘટના સામે આવી છે. મામલામાં જિલ્લાના શાહપુરનો છે જ્યાં એક વૃદ્ધ ઉપર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. 61 વર્ષના વિદ્ધ ઉપર 10 વર્ની બાળકી સાથે દુષ્કર્મ (Old man raped on child)કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે પોક્સો એક્ટ (Pocso Act) હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની (accused arrested) ધરપકડ કરી લીધી હતી. ઘટનાની એસએચઓ ત્રિલોચન રાજપૂતે આ અંગે પુષ્ટી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે શાહપુર પોલીસ સ્ટેશન અંતર્ગત 61 વર્ષીય વ્યક્તિએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. પોલીસે પોક્સો અને કલમ 376 અંતર્ગત મામલો દર્જ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. જાણકારી પ્રમાણે આરોપી દુકાન ચલાવતો હતો અને બાળકી દુકાનમાં કંઈક સામાન લેવા માટે ગઈ હતી.

    પોલીસે ઘટનાની પુષ્ટી કરી હતી
    આરોપીએ બાળકીને એકલતાનો લાભ ઉઠાવીને ખોટું કામ કર્યું હતું. શાહપુર પોલીસ મથકના પ્રભારી ત્રિલોચન સિંહએ આ અંગે પુષ્ટી કરતા કહ્યુ હતું કે, ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાળકી અને આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. અત્યારે પોલીસે તપાસ હાથધરી છે.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

    ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા સુરતમાં પણ વૃદ્ધની હેવાનિયતની ઘટના સામે આવી હતી. અહીં સુરતના સલાબતપુરા વિસ્તારમાં બે નાની માસુમ બાળકીઓ રમતી હતી. ત્યાં 56 વર્ષીય વૃદ્ધ આવીને બંને બાળકીઓ સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીઓના અવાજ આવવાથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

    ઉશ્કેરાયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ વૃદ્ધને સલાબતપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વૃદ્ધ સામે દુષ્કર્મ સહિતની કલમો લગાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં વરાછામાં રહેતી યુવકીને છેલ્લા ઘણા સમયથી એક આરોપી હેરાન-પરેશાન કરતો હતો. તે સ્કૂલ અને ક્લાસની બહાર અડિંગો જમાી કિશોરીની છેડતી કરતો હતો. દરમિયાન તેણે કિશોરીના ફોટા પણ પાડી રલીધા હતા અને તેના દ્વારા બ્લેકમેઇલ કરતો હતો.

    દરમિયાન ગત 16મી તારીખના રોજ સવારે યુવક પીડિતાના બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી વેલંજા ખાતે લઈ ગયો હતો અને તેના અડપલાં કર્યા હતા. બાદમાં પીડિતાને ફોટા બતાવી બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન ત્યાં આવેલા યુવકના મિત્રએ પણ પીડિતા સાથે કુકર્મ કર્યુ હતું.
    Published by:ankit patel
    First published: