હોળી રમવા નીકળેલી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, ગેંગરેપની આશંકા

પ્રતિકાત્મક તસવીર

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પર છ જેટલા મજૂરોએ ગેંગરેપ કર્યો હતો.

  • Share this:
    હૈદરાબાદ : તેલંગાણામાં ધુળેટીના તહેવારે એક છ વર્ષની બાળકીની હત્યાનો કેસ સામે આવ્યો છે. આ બાળકી ગુરુવારે ધુળેટી રમવા માટે પોતાના ઘરેથી બહાર નીકળી હતી.

    બાદમાં બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. બાળકીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પર છ જેટલા મજૂરોએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવ હૈદરાબાદથી 31 કિલોમીટર દૂરના અંતરે આવેલા મેડચલ ખાતે બન્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે બાળકી ગુરુવારે બપોર પછી ગુમ થઈ ગઈ હતી. બાળકી હોળી રમવા માટે પોતાના ઘરની બહાર ગયા બાદ ગુમ થઈ હતી. તપાસ કરતા તેનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: