3 મિત્રોને મારીને ખાઈ જનાર 51 વર્ષીય 'નરભક્ષી' વ્યક્તિ આખરે ઝડપાયો, જાણો - પુરી કહાની

News18 Gujarati
Updated: October 30, 2019, 6:16 PM IST
3 મિત્રોને મારીને ખાઈ જનાર 51 વર્ષીય 'નરભક્ષી' વ્યક્તિ આખરે ઝડપાયો, જાણો - પુરી કહાની
પ્રતિકાત્મક તસવીર

કૂતરા, બિલાડી અને અન્ય પક્ષીઓની બોડીના અવશેષો પણ મળ્યા છે. જેથી પોલીસને આશંકા છે કે, આ પશુ-પક્ષીઓની હત્યા પણ આ વ્યક્તિએ જ કરી હશે.

  • Share this:
ક્રાઈમની દુનિયાની ભયાનક ડરાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાના જ મિત્રોને મારી તેમના અંગ ખાઈ ગયો હતો.

પોલીસની શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે, આ વ્યક્તિએ પોતાના જ મિત્રોને માર્યા પહેલા તેમને દારૂ પીવડાવ્યો હતો. આ રીતે તેમે પોતાના ત્રણ મિત્રોને મારી નાખ્યા. પોલીસે જણાવ્યું કે, પહેલા મિત્રોને દારૂ પીવડાવી તેમને ચપ્પા વડે મારી નાખ્યા.

પોલીસને પશુ-પક્ષીઓની હત્યાની પણ શંકા

આ વ્યક્તિની ક્રુરતા આટલે જ નથી રોકાતી, તેણે પોતાના મિત્રોની લાસને વેર વિખેર કરી નાખી. તે શરીરના અંગો કાપી ખાઈ ગયો. પોલીસે આ મામલામાં ત્રણે મિત્રોના બચેલા અંગો કબજે લીધા.

એક ડરાવતી વાત એ પણ છે કે, જે નદીમાંથી બોડીના અવશેષ મળ્યા છે, ત્યાં કૂતરા, બિલાડી અને અન્ય પક્ષીઓની બોડીના અવશેષો પણ મળ્યા છે. જેથી પોલીસને આશંકા છે કે, આ પશુ-પક્ષીઓની હત્યા પણ આ વ્યક્તિએ જ કરી હશે.

લાસને ખાધા બાદ નદીમાં વહાવી દીધીરશિયામાં આ ઘટના સામે આવ્યા બાદ લોકો આશ્ચર્યમાં છે. આ મામલામાં રશિયન પોલીસે 51 વર્ષિય એક શંકાસ્પદની ધરપકડ કરી છે. આ મામલાની તપાસમાં લાગેલી કમિટીએ કહ્યું કે, મિત્રોની બોડી ખાધા પહેલા તેણે શરીરના ટુકડા કર્યા હતા. પોલીસ અનુસાર, આ વ્યક્તિએ હત્યાઓને 2016-2017માં અંજામ આપ્યો હતો.

આ નરભક્ષી વ્યક્તિનો આત્મવિશ્વાસ એટલો મજબૂત હતો કે, તેણે ત્રણ લોકોની હત્યા કરી દીધી, તેમાંથી એક વ્યક્તિની સાથે જ તે રહેતો હતો. તેણે પોતાના મિત્રોના પરિવારને જણાવ્યું હતું કે, તેમનો દીકરો કામ માટે બીજા શહેર ગયો છે. જ્યારે પરિવારને શંકા થઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો, તેણે પોલીસને પણ ગુમરાહ કરવાની કોશિસ કરી. તેણે પોલીસને પણ કહ્યું કે, તે બધા બીજા શહેર ગયા છે.

ઘણી મુશ્કેલીથી થઈ શકી બોડીની ઓળખ
આ વ્યક્તિના અન્ય બે મિત્રોને કોઈ પરિવાર ન હતા, જેથી કોઈએ તેમની જાણકારી ન લીધી. પોલીસે કહ્યું કે, લાસના જે રીતે ટુકડા મળ્યા હતા, જેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ બાદમાં વૈજ્ઞાનિકોની મદદથી ઓળખ શક્ય બની. પોલીસે નરભક્ષી વ્યક્તિની ઓળખ આપવાની પણ ના પાડી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપીને હાલમાં જેલમાં રાખવામાં આવ્યો છે, અને વધુ પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ તેની પર અલગ-અલગ કલમ દ્વારા કેસ ચલાવવામાં આવશે.
First published: October 30, 2019, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading